1. Home
  2. ગુજરાતી
  3. ચીને તાઇવાન તરફ 28 લડાકૂ વિમાન ઉડાડ્યા, તાઇવાને પણ કોમ્બેટ એર પેટ્રોલ ફોર્સ કર્યા તૈનાત
ચીને તાઇવાન તરફ 28 લડાકૂ વિમાન ઉડાડ્યા, તાઇવાને પણ કોમ્બેટ એર પેટ્રોલ ફોર્સ કર્યા તૈનાત

ચીને તાઇવાન તરફ 28 લડાકૂ વિમાન ઉડાડ્યા, તાઇવાને પણ કોમ્બેટ એર પેટ્રોલ ફોર્સ કર્યા તૈનાત

0
Social Share
  • ચીન અને તાઇવાન વચ્ચે તણાવ યથાવત્
  • ચીને તાઇવાન તરફ વિક્રમજનક 28 લડાકૂ વિમાન ઉડાડ્યા
  • તાઇવાનના એરફોર્સે તેની પ્રતિક્રિયા તરીકે કોમ્બેટ એર પેટ્રોલ ફોર્સ તૈનાત કર્યા

નવી દિલ્હી: ચીન અને તાઇવાન વચ્ચે જોવા મળી રહેલા તણાવ વચ્ચે ચીને વધુ એક કારસ્તાન કર્યું છે. ચીને તાઇવાન પર અત્યારસુધીમાં વિક્રમજનક 28 લડાકૂ વિમાનો ઉડાડ્યા હતા. ત્યાંના સંરક્ષણ મંત્રાલયે આ જાણકારી આપી હતી. બૈજિંગ દ્વારા આ ટાપુ પર ગત વર્ષે જે કાફલો મોકલવામાં આવ્યો હતો તેના કરતા આ અત્યારસુધીનો સૌથી મોટો કાફલો છે.

બીજી તરફ તાઇવાનના એરફોર્સે તેની પ્રતિક્રિયા તરીકે કોમ્બેટ એર પેટ્રોલ ફોર્સ તૈનાત કર્યા છે અને તે ટાપુના દક્ષિણ પશ્વિમ હિસ્સા પર તેની એર ડિફેન્સ સિસ્ટમની મદદથી નજર રાખી રહ્યું છે. રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ આ માહિતી આપી હતી.

G-7 નેતાઓએ જ્યારે તાઇવાન સામુદ્રધુનીના મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલનું આહવાન કર્યું છે અને શાંતિ અને સ્થિરતાના મહત્વના વાતો કરી છે ત્યારે ચીને આ કારસ્તાન કર્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને આરોપ લગાવ્યો હતો કે, G-7 ચીનની આંતરિક બાબતોમાં ઇરાદાપૂર્વક હસ્તક્ષેપ કે દખલગીરી કરી રહ્યું છે. ચીન તેના સાર્વભૌમ, સલામતી અને હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્વ છે.

મહત્વનું છે કે, વર્ષ 1949ના ગૃહયુદ્વના પગલે તાઇવાન અને ચીનના ભાગલા પડ્યા હતા પરંતુ ચીન હજુ પણ તાઇવાનને પોતાનો હિસ્સો ગણાવે છે. જ્યારે તાઇવાન તે જ સમયથી સ્વશાસિત છે. વર્ષ 2016માં ત્સાઇ ઇંગ વેનના રાષ્ટ્રપતિ બનવાની સાથે ચીન સરકાર પણ રાજદ્વારી અન લશ્કરી દબાણ વધાર્યું છે, કારણ કે તાઇવનને ચીનનો ભાગ ગણાવનો ઇનકાર કરી દીધો છે.

તાઇવાનનો વિશાળ જનસમૂહ પણ ચીનની સાથેનું રાજકીય જોડાણ ઇચ્છતો નથી. તે હોંગકોંગની જેમ એક દેશ બે સિસ્ટમની જેમ પણ ચીન સાથે જોડાવવા ઇચ્છતો નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code