1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ટ્વિટરની નવી હરકત: હવે ફરિયાદ અધિકારી તરીકે અમેરિકી કર્મચારીની કરી નિમણૂંક, IT નિયમોનું કર્યું ઉલ્લંઘન

ટ્વિટરની નવી હરકત: હવે ફરિયાદ અધિકારી તરીકે અમેરિકી કર્મચારીની કરી નિમણૂંક, IT નિયમોનું કર્યું ઉલ્લંઘન

0
Social Share
  • ટ્વિટરે કરી વધુ એક હરકત
  • હવે ફરિયાદ અધિકારી તરીકે અમેરિકી કર્મચારીની કરી નિમણૂંક
  • સરકાર હવે આ અંગે એક્શન લે તેવી સંભાવના

નવી દિલ્હી: સરકાર અને ટ્વિટર વચ્ચે નવા IT નિયમોને લઇને ખટરાગ જોવા મળી રહ્યો છે. હવે એકવાર ફરીથી ટ્વિટરે એવી હરકત કરી છે જેનાથી સરકારનો પારો ચડી શકે છે. હકીકતમાં, ટ્વિટરમાં ભારતે તેના વચગાળાના ફરિયાદ અધિકારી ધર્મેન્દ્ર ચતુર ફરજ બજાવતા હતા. જેમણે તાજેતરમાં રાજીનામું આપ્યું છે. હવે ટ્વિટરે યુએસ કર્મચારી જેરેમી કેસલની નવા ફરિયાદ અધિકારી તરીકે નિમણૂક કરી છે.

હવે અહીંયા વાંધો એ ઉઠી શકે છે કે, નવા IT કાયદા અનુસાર ફરિયાદ અધિકારી ભારતીય જ હોવા જરૂરી છે. હજુ સુધી ટ્વિટરના આ પગલાં પર સરકાર તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી.

તમને જણાવી દઈએ કે ભારતમાં નિયુક્ત વચગાળાના ફરિયાદ અધિકારીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. અને એ પણ જણાવી દઈએ કે નવા ઇન્ફર્મેશન ટેકનોલોજીના નિયમો અંતર્ગત ભારતીય યુઝર્સની ફરિયાદોનો સામનો કરવા માટે મોટી સોશ્યલ મીડિયા કંપનીઓમાં ફરિયાદ અધિકારીની નિમણૂક કરવી જરૂરી છે. સોશિયલ મીડિયા કંપનીની વેબસાઇટ પર ધર્મેન્દ્ર ચતુરનું નામ હવે દેખાતું નથી.

માહિતી ટેકનોલોજી (મધ્યસ્થીઓ અને ડિજિટલ મીડિયા આચારસંહિતા માટેની માર્ગદર્શિકાઓ) નિયમો 2021 હેઠળ, મંચોએ તેમની વેબસાઇટ પર ઉપરોક્ત અધિકારીનું નામ અને સંપર્ક સરનામું પણ આપવું જરૂરી છે.

જો કે હવે અમેરિકાના વ્યક્તિની આ પોસ્ટ માટે નિમણુકના અહેવાલ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં એ જોવું રહ્યું કે હવે સરકાર આ વિષયે શું પ્રતિક્રિયા આપે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code