
કરિશ્મા કપૂરે સોશિયલ મીડિયામાં પોતાની ફિલ્મના ગીતોનો ફ્લેશબેક વીડિયો કર્યો શેર
- લાખો પ્રસંશકોએ વીડિયોને કર્યો લાઈક
- સંજય કપૂર સહિતના કલાકારોએ આપી પ્રતિક્રિયા
- અભિનેત્રીને બોલીવુડમાં પુરા થયા 30 વર્ષ
મુંબઈઃ હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂરે સોશિયલ મીડિયા ઉપર પોતાના હીટ ગીતોની ફ્લેશબેક વીડિયો શેયર કર્યો હતો. જેમાં અભિનેત્રી બોલીવુડમાં 30 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરે છે. આ વીડિયોમાં 1990થી 2000 સુધીની ફિલ્મ કુલી નંબર-1, દુલ્હન હમ લે જાએગે, જુડવા, હમ સાથ સાથ હૈ, રાજા બાબુ, અંદાજ અપના અપના, હીરો નંબર-1 અને રાજા હિન્દુસ્તાની જેવી સુપરહિટ ફિલ્મના મેશઅપ કરાયું છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં અભિનેત્રીના પ્રશંસકો ખુબ પસંદ કરી રહ્યાં છે.
ફિલ્મ અભિનેત્રી કરિશ્મા કપૂરે પોસ્ટ કરેલા વીડિયોને અત્યાર સુધીમાં 3.50 લાખથી વધારે લોકોએ લાઈક કરી છે. આ વીડિયોને સંજય કપૂર, તેની પત્ની સહિતા મહાનુભાવોએ કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં બોલીવુડના ફેસમ ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ લંચ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં કરિશ્માર પોતાની બેન કરિના અને ગર્લ્સ ગેંગ સાથે જોવા મળી હતી. આ પાર્ટીના ફોટો પણ સોશિયલ મીડિયામાં મનિષ મલ્હોત્રાએ શેયર કર્યાં હતા.
કરિશ્મા કપુરને તાજેતરમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં 30 વર્ષ પૂર્ણ થયાં છે. તેની પ્રથમ ફિલ્મ પ્રેમ કેદી તા. 21મી જૂન 1991ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ નીલિમાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મનું નિર્દેશન મુરલી મોહન રાવ એ કર્યું હતું. જ્યારે અંતિમ વાર અભિનેત્રી 2020માં આવેલી વેબ સિરીઠ મેટરહુડમાં જોવા મળી હતી.