1. Home
  2. ગુજરાતી
  3. Battlegrounds Mobile India ભારતમાં મચાવી રહે છે ધૂમ, 1 કરોડથી વધુ યૂઝર્સે ડાઉનલોડ કરી
Battlegrounds Mobile India ભારતમાં મચાવી રહે છે ધૂમ, 1 કરોડથી વધુ યૂઝર્સે ડાઉનલોડ કરી

Battlegrounds Mobile India ભારતમાં મચાવી રહે છે ધૂમ, 1 કરોડથી વધુ યૂઝર્સે ડાઉનલોડ કરી

0
Social Share
  • યૂઝર્સમાં બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા મચાવી રહી છે ધૂમ
  • અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોએ આ ગેમ કરી ડાઉનલોડ
  • તમે આ રીતે ગેમ ડાઉનલોડ કરી શકો છો

નવી દિલ્હી: પબજી મોબાઇલના ભારતમાં બેન બાદ તેના ઇન્ડિયન વર્ઝન બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમને ભારતમાં જુલાઇ મહિનામાં અધિકૃત રીતે લૉન્ચ કરી દેવામાં આવી છે. આ ગેમ અત્યારે ધૂમ મચાવી રહી છે. યૂઝર્સોને આ ગેમ ખૂબ જ પસંદ આવી રહી છે. આ ગેમે ડાઉનલોડના તમામ રેકોર્ડ્સ તોડી દીધા છે. આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર પર 10 મિલિયન એટલે કે 1 કરોડથી વધુ ડાઉનલોડ કરવામાં આવી છે.

યૂઝર્સે આ ગેમને રમવા માટે તેને અર્લી એપ ડાઉનલોડ કરવાની હોય છે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાને પબજી મોબાઇલની જેમ જ કેટલાક સુધારા વધારા સાથે લોન્ચ કરાઇ છે.

તમે આ રીતે ગેમ ડાઉનલોડ કરી શકો છો

સૌ પ્રથમ Kraftonના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર જાઓ

ત્યાં શેર કરાયેલી ગેમની ગૂગલ પ્લે સ્ટોરની લિંક ખોલો

ત્યારબાદ આ ગેમ ડાઉનલોડ કરવા માટે ઇનવાઇટ સ્વીકારો

જો તમે પહેલાથી જ ગેમને પોતાના ડિવાઇસમાં ડાઉનલોડ કરી લીધી છે અથવા Google Play દ્વારા ગેમ ડાઉનલોડ કરીને ઇન્વિટેશન સ્વીકાર્યા બાદ યુઝર્સ સીધા જ ગેમમાં લોગઈન કરી શકે છે

ગેમ ડાઉનલોડ થઇ ગયા બાદ યુઝર્સને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ જેમ કે ફેસબુક અથવા ટ્વીટર એકાઉન્ટ દ્વારા ગેમમાં લોગ-ઈન કરવાનું કહેવામાં આવશે. મહત્વનું છે કે યુઝરે એ જ એકાઉન્ટથી લોગ-ઈન કરવું જોઈએ જેનો ઉપયોગ તેમણે પબજીમાં ગેમ સ્ટોરમાં શોપિંગ અથવા ઇન્વેન્ટરી મેળવવા ઉપયોગમાં લીધું હતું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code