1. Home
  2. ગુજરાતી
  3. આલિયા ભટ્ટએ હોલીવુડમાં પ્રવેશવાની કરી તૈયારીઓઃ ઈન્ટરનેશનલ એજન્સી સાથે કર્યાં કરાર
આલિયા ભટ્ટએ હોલીવુડમાં પ્રવેશવાની કરી તૈયારીઓઃ ઈન્ટરનેશનલ એજન્સી સાથે કર્યાં કરાર

આલિયા ભટ્ટએ હોલીવુડમાં પ્રવેશવાની કરી તૈયારીઓઃ ઈન્ટરનેશનલ એજન્સી સાથે કર્યાં કરાર

0
Social Share

મુંબઈઃ આલિયા ભટ્ટે હવે બોલીવુડમાંથી હોલીવુડમાં છલાંગ લગાવવાની તૈયારી કરી છે. આલિયા ભટ્ટે કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ ઈયરની ફિલ્મ જગતમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાર તેમે હાઈવે, ગલી બોય જેથી ફિલ્મોમાં પોતાના અભિનેયનો જાદુ પાથર્યો હતો. હવે આલિયા ભટ્ટ હવે હોલીવુડમાં પગ મુકવાની તૈયારીઓ કરી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર હોલીવુડની લીડિંગ ઈન્ટરનેશનલ ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે.

રિપોર્ટ અનુસાર આલિયાએ એજન્સીના દરેક એરિયામાં સાઈન કરી છે. જેથી તે ઈન્ટરનેશનલી આગળ વધી શકે. આ એજન્સી સ્પોટર્સ, ઈવેન્ટ, મીડિયા અને ફેશન સહિત અનેક જગ્યાએ જોડાયેલી છે. એજન્સી બેન અફ્લેક, જેનિફર ગાર્નર, ક્રિશ્ચિયન બેલ, વૂપી ગોલ્ડબર્ગ જેવા સ્ટારને હેન્ડલ કરે છે. હવે આલિયા ભટ્ટ આ એજન્સી સાથે જોડાયેલી હોવાથી પ્રશંસકોને આશા છે કે, હવે કંઈને કંઈ શાનદાર થશે.

હાલ આલિયાના હાથમાં અનેક ફિલ્મો છે. જેમાં સંજય લીલા ભણસાળીની ફિલ્મ ગંગુભાઈ કાઠિયાવાડી, બ્રહ્માસ્ત્ર અને તખ્તનો સમાવેશ થાય છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ પ્રથમવાર રણબીર કપૂર સાથે નજરે પડશે. આ ઉપરાંત અમિતાભ બચ્ચન અને મોની રોય પણ ફિલ્મમાં જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હિન્દી ફિલ્મ જગતના અનેક કલાકારોએ હોલીવુડની ફિલ્મમાં કામ કર્યું છે. જેમાં ઈરફાન ખાન, પ્રિયંકા ચોપડા, શશી કપૂર સહિતના કલાકારોનો સમાવેશ થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code