1. Home
  2. ગુજરાતી
  3. ટીવીથી લઈને ફિલ્મોમાં ‘સંસ્કારી બાબુ જી’નું પાત્ર ભજવીને ઠેર ઠેર ઓળખ પ્રાપ્ત કરનારા આલોક નાથનો આજે જન્મદિવસ
ટીવીથી લઈને ફિલ્મોમાં ‘સંસ્કારી બાબુ જી’નું પાત્ર ભજવીને ઠેર ઠેર ઓળખ પ્રાપ્ત કરનારા આલોક નાથનો આજે જન્મદિવસ

ટીવીથી લઈને ફિલ્મોમાં ‘સંસ્કારી બાબુ જી’નું પાત્ર ભજવીને ઠેર ઠેર ઓળખ પ્રાપ્ત કરનારા આલોક નાથનો આજે જન્મદિવસ

0
Social Share
  • અભિનેતા આલોક નાથનો જન્મદિવસ
  • સંસ્કારી બાબુ જી ના પાત્રથી પ્રખ્યાત
  • ટીવીથી લઇ ફિલ્મો સુધી કર્યું છે કામ

મુંબઈ : બોલિવુડના પ્રખ્યાત સંસ્કારી બાબુજી એટલે કે અભિનેતા આલોક નાથનો આજે જન્મદિવસ છે. આલોક આજે એક પ્રખ્યાત અભિનેતા છે. સંસ્કારી બાબુજી આલોક નાથ આજે તેમનો 65 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેનો જન્મ 10 જુલાઈ 1956 ના રોજ બિહારના ખગડીયામાં થયો હતો. પરંતુ, આજે આલોક નાથ તેની મહેનતના આધારે દરેક ઘરમાં ઓળખાય છે. ટીવીથી લઈને ફિલ્મો સુધી પણ તેણે પોતાના અભિનય માટે ખૂબ માન મેળવ્યું. ખગડીયા છોડ્યા પછી આલોક નાથ મુંબઇ તરફ વળ્યા અને 1982 માં આવેલી ફિલ્મ ‘ગાંધી’ થી તેમની કારકિર્દીની શરૂઆત થઈ.આ પછી આલોક નાથ ક્યારેય પણ અટક્યા નહીં, તે એક પછી એક ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા.

જેમણે છેલ્લા ત્રણ દાયકાથી બોલિવુડમાં ઘણી શક્તિશાળી ફિલ્મોમાં કામ કર્યું છે. મોટા ભાગની ફિલ્મોમાં તેણે પિતાની ભૂમિકા ભજવી છે. લોકોએ તેનું અભિનય ખૂબ પસંદ કર્યું છે. તેમની ફિલ્મ્સની લિસ્ટમાં ઘણી મોટી ફિલ્મોના નામ પણ સામેલ છે, જેમાં અગ્નિપથ, લાડલા, સાજણ કા ઘર, મૈંને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ જેવી ઘણી ફિલ્મો છે.

ફિલ્મો ઉપરાંત અભિનેતાએ ઘણી મોટી સિરિયલોમાં પણ કામ કર્યું છે. જેના કારણે તેણે પ્રેક્ષકોના ઘરોમાં એન્ટ્રી મારી અને લોકોની વધુ ને વધુ નજીક બની ગયા. તેની સિરિયલોની વાત કરીએ તો તે ટીવી સીરિયલ રિશ્તે, સપના બાબુલ કા… વિદાય, યહા મેં ઘર ઘર ખેલ જેવી ઘણી મોટી સિરિયલોમાં જોવા મળ્યા હતા.

સારાંશ થી લઇ મશાલ જેવી ફિલ્મોમાં જોવા મળેલા આલોક નાથની મનોરંજનની દુનિયામાં જર્ની ખુબ જ શાનદાર રહી. પરંતુ અચાનક તેની છબી પર આંચ ત્યારે આવી જ્યારે 2018 માં ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસએ તેમની સાથે દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો. નિર્માતા-લેખક વિનિતા નંદાએ આલોક નાથ પર બળાત્કારનો આરોપ પણ લગાવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code