1. Home
  2. ગુજરાતી
  3. સાઉથ આફ્રિકા તોફાનો ફાટી નિકળતા અનેક ગુજરાતી વેપારીઓ લૂંટાયા, ઘર છોડવું પડ્યું
સાઉથ આફ્રિકા તોફાનો ફાટી નિકળતા અનેક ગુજરાતી વેપારીઓ લૂંટાયા, ઘર છોડવું પડ્યું

સાઉથ આફ્રિકા તોફાનો ફાટી નિકળતા અનેક ગુજરાતી વેપારીઓ લૂંટાયા, ઘર છોડવું પડ્યું

0
Social Share

સુરત: સાઉથ આફ્રિકામાં પૂર્વ પ્રેસિડેન્ટ જેકબ ઝુમાની ધરપકડ પછી તોફાનો ફાટી નીકળ્યા છે, જેના કારણે સાઉથ આફ્રિકામાં વસવાટ કરતા અનેક ગુજરાતી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણાં ગુજરાતી વેપારીઓ સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી ગયેલા લોકોની સંખ્યા વધુ છે. ત્યારે આ વેપારીઓને તોફાનો શરૂ થયા પછી ઘણું નુકસાન વેઠવું પડ્યું છે કારણે અસામાજિક તત્વોએ તેમના એકમોને નિશાન બનાવ્યા હતા. જોહાનિસબર્ગ, ડરબન અને ફિનિક્સ જેવા શહેરોમાં હુલ્લડો થઈ રહ્યા છે ત્યારે તેનો ભોગ ત્યાં સ્થાયી થયેલા ગુજરાતીઓ બન્યા છે. ડરબનમાં 10 લાખથી વધુ ભારતીય મૂળના લોકો રહે છે ત્યારે ઘણાં ઔદ્યોગિક એકમો ગુજરાતી વેપારીઓના છે અને તેને જ તોફાની તત્વોએ નિશાન બનાવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સાઉથ આફ્રિકામાં તોફાનો શરૂ થયા પછી ગુજરાતીઓને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે અસામાજિક તત્વોએ ભારતીયોના એકમોને નિશાન બનાવ્યા હતા. જોહાનિસબર્ગ, ડરબન અને ફિનિક્સ જેવા શહેરોમાં હુલ્લડો થઈ રહ્યા છે ત્યારે તેનો ભોગ ત્યાં સ્થાયી થયેલા ગુજરાતીઓ બન્યા છે. અબ્દુલ પટેલના ભાઈ આસિફ લિંબાયતમાં કરિયાણાની દુકાન ચલાવે છે. આસિફે કહ્યું કે, તેના મોટાભાઈ, ભાભી અને તેમના બે સંતાનોને છેલ્લા એક અઠવાડિયાથી ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પાડવામાં આવી છે. ખાણીપીણીની વસ્તુઓ ખરીદવા માટે પણ બહાર નથી જઈ શકતા.

થોડા દિવસ પહેલા જ અફરોઝ પટેલે ઓટોમોબાઈલ સર્વિસ અને સ્પેરપાર્ટ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો. અફરોઝના માતાપિતા રહીમા અને સઈદ બંને નિવૃત્ત સ્કૂલ ટીચર છે અને તેમણે પોતાની બધી જ બચત દીકરાના ધંધામાં રોકી દીધી હતી. આ તોફાની તત્વોએ ચાર દિવસ પહેલા જ અફરોઝની દુકાન, બાજુમાં આવેલું વેરહાઉસ અને તેનું ઘર તબાહ કરી નાખ્યું. સદનસીબે તોફાની તત્વો હુમલો કરવા આવ્યા તેની થોડી મિનિટો પહેલા જ અફરોઝ પોતાની પત્ની સાથે ત્યાંથી નીકળી જવામાં સફળ રહ્યો હતો. ડરબનમાં રેસ્ટોરાં ચલાવતા સલ્વરુદ્દીન પટેલ છેલ્લા એક અઠવાડિયાથી પોતાના ઘરમાં પૂરાયેલા છે. સલવરુદ્દીનના સાળા સફાન પટેલે કહ્યું, તોફાનોના કારણે તેઓ ખાદ્યપદાર્થો કે દવાઓ લેવા પણ બહાર નથી જઈ શકતા.

હુમલાખોરોએ રેસ્ટોરાં પર હુમલો નથી કર્યો, કદાચ તેમને લાગ્યું હશે કે અહીંથી કોઈ કિંમતી વસ્તુ નહીં મળે. જોકે, આસપાસની ગુજરાતીઓની બધી જ દુકાનો તોફાની તત્વોએ લૂંટી લીધી છે. માત્ર વેપારીઓ જ નહીં કર્મચારીઓ પણ હુમલાખોરોના નિશાને આવ્યા છે. હુમલો થશે તેવા ભયને કારણે 26 વર્ષીય યાસિન પટેલે પોતાના રૂમમેટ્સ સાથે અડધી રાત્રે જોહાનિસબર્ગ છોડી દીધું છે. તેમણે ગાડી ભાડે કરી અને બોર્ડર પાર કરીને નીકળી ગયા. સુરતમાં દરજીકામ કરતાં યાસિનના પિતા ઈલિયાસે કહ્યું, “સારી નોકરીની શોધમાં યાસિન બે મહિના પહેલા સાઉથ આફ્રિકા ગયો ગયો હતો. હાલ તેણે ઝામ્બિયાના લુસાકામાં આશરો લીધો છે. મેં તેને ભારત પાછા આવી જવાની સલાહ આપી છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code