
સલમાન ખાને અભિનેતા સુનીલ શેટ્ટીની દીકરી અથિયાની માગી માફી, કારણ જાણીને તેમે પણ ચોંકી જશો
મુંબઈઃ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનનો સુનીલ શેટ્ટી અને તમની દીકરી અથિયા સહિત પરિવાર સાથે સારા સંબંધ છે. સલમાન ખાને પોતાની પ્રથમ પ્રોડક્શન ફિલ્મ હીરોને પ્રોડ્યુસ કરી હતી. જેમાં સુનીલ શેટ્ટીની દીકરી અથિયા અને આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલી લીડ રોલમાં હતા. આ બંનેની આ પ્રથમ ફિલ્મ હતી. તાજેતરમાં જ સલમાન ખાને એસ સુંદર કારણોસર અથિયાની માફી માંગી છે.
બોલીવુડના સુપર સ્ટાર તાજેતરમાં જ પોતાના ભાઈ અરબાઝ ખાનના ટોક શોમાં જોવા મળ્યાં હતા. શો દરમિયાન અરબાઝ ખાને સલમાન ખાનને એ અંદાજ લગાવવા કહ્યું કે, કેટરીના કૈફ, અથિયા શેટ્ટી અને સંગીતા બિજલાનીમાંથી કઈ અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ ઉપર ફોલો નથી કરતા. સલમાન ખાને જવાબ આપ્યો કે, તેઓ ઈન્સ્ટાગ્રામ ઉપર સંગીતા બીજલાનીને ફોલો નથી કરતા. જો કે, સારો જવાબ અથિયા શેટ્ટી છે. જે બાદ સલમાન ખાને અથિયાને ઈન્સ્ટાગ્રામ ઉપર ફોલો નહીં કરવા માટે માગી હતી. તેમજ પોતાની ભૂલ સુધારવા અને તેમને ફોલો કરવાનું વચન પણ આપ્યું હતું.
- સુનીલ શેટ્ટીએ આપ્યું રિએક્શન
અથિયાના પિતા સુનીલ શેટ્ટીએ સલમાન ખાનની વાતની પ્રતિક્રિયા આપી છે. અથિયાની માફી માગવા મુદ્દે સલમાન ખાનની પ્રશંસા કરી છે. તમજ કહ્યું હતું કે, સલમાન ખાન જે પણ કરે છે તે દિલથી કરે છે. જ્યારે તેમણે સ્ક્રીન ઉપર અથિયાને સોરી કહ્યું તો સૌથી સારી વાત છે. તેમનો એક ખુબસુરત સંબંધ છે અને સોરી કહેવાવાળી વ્યક્તિ બહેતરીન હોય છે.
(Photo - Social Media)