1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હવે કોઈ પણ વ્યક્તિ લઈ શકશે વેક્સિનના બે અલગ ડોઝ, સરકારે મંજૂરી આપી
હવે કોઈ પણ વ્યક્તિ લઈ શકશે વેક્સિનના બે અલગ ડોઝ, સરકારે મંજૂરી આપી

હવે કોઈ પણ વ્યક્તિ લઈ શકશે વેક્સિનના બે અલગ ડોઝ, સરકારે મંજૂરી આપી

0
Social Share
  • સરકારની મોટી જાહેરાત
  • કોઈ પણ વ્યક્તિ લઈ શકશે અલગ-અલગ વેક્સિન
  • વેક્સિનેશનની પ્રક્રિયાને મળશે મંજૂરી

દિલ્હી : દેશમાં ચાલી રહેલા વેક્સિનેશનના પ્રોગ્રામને વધારે જોર આપવા માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે કોઈ પણ વ્યક્તિ બે અલગ અલગ વેક્સિનના ડોઝ લઈ શકશે.

સરકાર અને વૈજ્ઞાનિકો ઝડપથી વધુમાં વધુ લોકોને વેક્સિન લગાવાની તૈયારી કરી રહ્યા છે. આ જ ક્રમમાં કોરોના વેક્સિનના મિશ્રિત ડોઝને શામેલ કરવા માટે સરકારે વૈજ્ઞાનિકોને અધ્યયન માટે મંજૂરી આપી દીધી છે. તેથી હવે સ્પષ્ટ થઈ ગયુ છે કે, ટૂંક સમયમાં જ એક વ્યક્તિને બે અલગ અલગ વેક્સિનના ડોઝ આપી શકાશે. કારણ કે, અત્યાર સુીધી મિશ્રિત વેક્સિનને લઈને ઘણા સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે.

વર્કિંગ કમિટીની બેઠકમાં કોવિશિલ્ડ અને કોવાક્સિનના મિશ્રિત ડોઝની સાથે નાકમાં આપેલ ભારત બાયોટેકની રસીના અભ્યાસને મંજૂરી આપવામાં આવી છે. ખૂબ જ ટૂંક સમયમાં દેશની જુદી જુદી હોસ્પિટલોમાં બે રસીના મિશ્રણ સાથે સંબંધિત એક અભ્યાસ જોઈ શકાય છે. SEC ના સભ્યોએ કહ્યું કે ઘણા દેશોમાં, એક જ વ્યક્તિને બે કોરોના રસી આપવામાં આવી છે અને તેના પરિણામો ઘણા સારા આવ્યા છે.

સમિતિના સભ્યોએ માહિતી આપી છે કે, કોવિશિલ્ડ અને કોવાક્સિનના સંયોજનથી અત્યાર સુધી કોઈ પ્રતિકૂળ અસર જોવા મળી નથી. ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિને ભૂલથી બે અલગ અલગ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ પછી ડોક્ટરોએ તે વ્યક્તિ પર નજર રાખી. જો કે તે વ્યક્તિ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેને કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા નથી. એવી દરેક સંભાવના છે કે વૈજ્ઞાનિક અધ્યયનમાં, કોરોના વાયરસ અને એડિનો વાયરસથી બનેલી બે અલગ અલગ રસીઓ એક શરીરમાં સમાન અસર બતાવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code