
સાહિન મુલતાની-
- હિંચકાથી તમારા ઘરની સુંદરતામાં વધારો થાય છે
- સિંગલ હિંચકો તને લીવિંગ રુમની શોભા વધારે છે
દરેકનું એક સ્વપન હોય કે તે પોતાના ઘરને પોતાના સપનાનું ઘર બનાવે, ઘરની સુંદરતા વધારવા માટે સૌ કોઈ અવનવા ઈન્ટિરિઅર અપનાવતા હોય છે, જૂદી જૂદ એન્ટિક વસ્તુઓ થકી પોતાના ઘરને શુશોભીત કરતા હોય છે, ત્યારે આજ કાલ ઘરમાં હિંચકાનો ટ્રેન્ડ વધતો જોવા મળી રહ્યો.પહેલાના સમયમાં મોટા ભાગના ઘરોમાં લાકડાના મોટા હિંચકાનું સ્થાન જોવા મળતું હતું.
પહેલાના દાયકાઓમાં લાકડાના પાટિયા વાળો ચાર સળીયા પર લટકતા હિંચકા પર લોકો ધુલતા હતા, નવરા બેઠા હોઈએ એટલે હિંચકે ધુલતા વાતચીત કરતા હોઈ ત્યારે હવે આ મોટા હિંચકાનું સલ્થાન હવે સિંગલ હિંચકાએ લીઘું છે.જેમાં ખાસ કરીને આ પ્રકારના હિંચકા મૂવેબલ હોય છે જે તમે તમારી મરજી પ્રમાણે ગમતી જગ્યાએ ઘરના કોઈ પણ ખુણે સરળતાથી લઈ જઈ શકો છો.બાલ્કનીમાં હોય કે લિવીંગ રુમમાં તમને જ્યા બેસવું હોય ત્યા આ હિંચકાને ખસેડી શકો છો આ સાથે જ આ પ્રકારના હિંચકા તમારા ઘરની સુંદરતામાં વધારો પણ કરે છે.
આજકાલ એક સ્ટેન્ડ વાળઆ હિંચકાને લોકો ઘરની અંદર રાખતા થયા છે, જે ખાસ કરીને ઘરના હોલમાં મૂકવામાં ાવે છે, જો તમારો લિવીંગ રુમ મોટો હોય તો તેના ખુણામાં આ હિંચકો મૂકવાથી શોભા તો વધે જ છે આ સાથે જ એક જણની બેસવાની જગ્યામાં પણ વધારો થાય છે, જ્યારે વધારે ગેસ્ટ આવ્યા હોય ત્યારે સોફા પર જગ્યા ન હોય તો એક ગેસ્ટ હિંચકા પર બેસી શકે છે.સુંદરતાની સાથે સાથએ તેનો બેસ્ટ ઉપયોગ પણ થઈ જાય છે.
આ પ્રકારના હિંચકાને સિંગલ હિંચકા કહે છે,જેમાં માત્ર એક વ્યક્તિ બેસી શકે છે, જો તેની ડિઝાઈનની વાત કરવામાં આવે તો લોંખડવા સ્ટેન વાળા આ હિંચકામાં વાયર તાર પર વાયર લપેટીને નેટ જેવી કે જાળી જેવી ડિઝાઈન વડે ગુંથેલો હોય છે, તેની સાથે એક મોટુ રાઉન્ડ વાળું સ્ટેન્ડ આપેલું હોય છે. જેમાં અવનવા કલરો જેવા કે સફેદ, રાખોડી, મહેંદી, બ્લૂ , બ્લેક વધારે જોવા મળે છે.
જ્યારે આ જ પ્રકારના સિંગ હિંચકામાં દોરી વડે ગૂંથેલા હિંચકા પણ જોવા મળે છે,જે વધુ ટકાવ નથી હોતા પરંતુ બાળકો માટે બેસ્ટ ઓપ્શન છે અને ઘરમાં સુંદર પણ લાગે છે. આ સાથે જ એક સ્ટેન્ડ વાળા હિંચકામાં સ્ટિલના હિંચકા પણ જોવા મળે છે જે ખૂબ જ ઓછી જગ્યામાં સેટ કરી શકાય છે,તો બીજી તરફ આજ શ્રેણીમાં 2 લોકો બેસી શકે એવા જે ટેરેસ પણ પણ રાખી શકાય અને ઘરમાં પણ એવા હિંચકા પણ આકર્ષમનું કેન્દ્ર બન્યા છે.જો તમે તમારા ઘરની શોભામાં વધારો કરવા ઈચ્છતા હોવ તો વાયર વાળા ગૂંઠેલા સિંગલ હિંચકો બેસ્ટ ઓપ્શન છે.