
તાલિબાનીઓની શાન ઠેકાણે પાડવા અમેરિકી વાયુસેનાએ તાલિબાનના અડ્ડાઓ પર કરી એરસ્ટ્રાઇક, 200 આતંકીઓ ઠાર
- અમેરિકા વાયુસેનાએ તાલિબાનની સાન ઠેકાણે લાવી
- અફઘાનિસ્તાનમાં તાલિબાનના ઠેકાણાઓ પર વાયુસેનાએ કરી બોમ્બ વર્ષા
- આ બોમ્બ વર્ષામાં 200 આતંકીઓનો ખાત્મો બોલી ગયો
નવી દિલ્હી: તાલિબાનીઓને સાન ઠેકાણે લાવવા માટે અમેરિકી વાયુસેનાએ જાવજાન પ્રાંતના શેબરધન શહેરમાં તાલિબાનના કેમ્પો પર હવાઇ હુમલો કર્યો છે. આ હુમલાથી તાલિબાનને મોટું નુકસાન થવા પામ્યું છે તેવું અફઘાન રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું. અમેરિકી વાયુસેનાએ B-52 બોમ્બવર્ષકથી તાલિબાનની સભાઓ તેમજ ઠેકાણાને નિશાન બનાવ્યા, જેમાં 200 આતંકીઓનો ખાત્મો બોલી ગયો છે.
આ અંગે અફઘાન રક્ષા મંત્રાલયના એક અધિકારીએ ટ્વિટ કર્યું કે, વાયુસેનાએ તાલિબાનની સભા અને ઠેકાણાને નિશાન બનાવ્યા. અમેરિકી વાયુસેનાના આ હુમલાથી તાલિબાની આતંકીઓને મોટું નુકસાન થયું છે. શેબરધન શહેરમાં 200 આતંકીઓ ઠાર થયા છે. આ ઉપરાંત હુમલામાં મોટી સંખ્યયામાં હથિયાર-દુરગોળા સહિત 100થી વધુ વાહનોનું પણ કચ્ચરધાણ નીકળી ગયું છે.
અગાઉ અફઘાન દળોએ એક પાકિસ્તાની આતંકીઓની ધરપકડ કરી હતી. તે આતંકી ગતિવિધિઓ તેમજ નાગરિકોની હત્યામાં સામેલ હતો. સરકારી દળોની સાથે હિંસક ઘર્ષણ બાદ જાવજાન પ્રાંતની રાજધાની પર તાલિબાને કબજો જમાવ્યો.
સ્થાનીક સાંસદોએ જાવજાનાં સુરક્ષા સ્થિતિ માટે અફઘાનિસ્તાન સરકારને જવાબદાર ઠેરવી અને કહ્યું કે, તે આ મામલા પ્રત્યે ઉદાસીન રહી છે. જાહેર વિદ્રોહી દળોના 150 સભ્ય જમીન પર અન્ય દળની મદદ માટે શેબરધન પહોંચ્યા છે.