1. Home
  2. ગુજરાતી
  3. સ્વતંત્રતા દિવસ પહેલા ISROની સિદ્વિ, આ સેટેલાઇટ કરશે લૉન્ચ
સ્વતંત્રતા દિવસ પહેલા ISROની સિદ્વિ, આ સેટેલાઇટ કરશે લૉન્ચ

સ્વતંત્રતા દિવસ પહેલા ISROની સિદ્વિ, આ સેટેલાઇટ કરશે લૉન્ચ

0
Social Share
  • ISROએ મેળવી સિદ્વિ
  • ISRO દ્વારા સ્વતંત્રતા દિવસ અગાઉ વધુ એક સેટેલાઇટ લોન્ચ કરાશે
  • તે જીઓ ઇમેજિંગ સેટેલાઇટ જીસેટ-1 લૉન્ચ કરશે

નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ અગાઉ ભારતની યશકલગીમાં ઉમેરો થયો છે. ISRO દ્વારા વધુ એક સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે.

ISROએ વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી અગાઉ ISRO જેની ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી તે જીઓ ઇમેજિંગ સેટેલાઇટ જીસેટ-1 લૉન્ચ કરશે.

ISRO દ્વારા 12 ઑગસ્ટના રોજ જીસેટ-1ને GSLV-F10 દ્વારા શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહનું કોડનેમ EOS-03 રાખવામાં આવ્યું છે. આ સેટેલાઇટ પૃથ્વી પર નીરિક્ષણ કરે છે.

ISRO અનુસાર, આ ઉપગ્રહનું લોન્ચિંગ 12 ઑગસ્ટના રોજ સવારે 5.43 વાગ્યે કરવામાં આવશે. જો કે તે હવામાન પરિસ્થિતિ પર આધાર રાખે છે. EOS-3 એક અત્યંત અદ્યતન ઉપગ્રહ છે. જે GSLV F10 વાહનની મદદથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. અગાઉ કોરોનાની મહામારીને કારણે હજુ સુધી આ ઉપગ્રહનું લોન્ચિંગ સ્થગિત કરવામાં આવ્યું હતું.

અંતરિક્ષ વિભાગના રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે તાજેતરમાં સંસદમાં દાવો કર્યો હતો કે EOS-3 દિવસમાં 4-5 વખત સમગ્ર દેશનું નિરીક્ષણ  કરવા માટે સક્ષમ છે. તે પાણીના સ્ત્રોતો, પાક, વનસ્પતિની સ્થિતિ અને વન આવરણના ફેરફારો પર નજર રાખવા માટે સક્ષમ છે. તે પૂર અને ચક્રવાત વિશે સચોટ માહિતી પણ આપશે.

પ્રથમ વખત રોકેટમાં 4 મીટર વ્યાસના ઓગિવ આકારના પેલોડ ફેરિંગ (હીટ શીલ્ડ)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઉપગ્રહમાં 6-બેન્ડ મલ્ટિસ્પેક્ટ્રલ વ્યૂ અને નિયર-ઇન્ફ્રા-રેડના 42-મીટર રિઝોલ્યુશન પેલોડ ઇમેજિંગ સેન્સર હશે.

જીસેટ -1 ના લોન્ચિંગ બાદ ભારત EOS-4 અથવા રીસેટ-1Aના લોન્ચિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે એક રડાર ઇમેજિંગ ઉપગ્રહ છે. તે દિવસે અને રાતે તસવીરો લઇ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code