1. Home
  2. ગુજરાતી
  3. 14મી ઓગસ્ટે હવે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવાશે
14મી ઓગસ્ટે હવે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવાશે

14મી ઓગસ્ટે હવે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવાશે

0
Social Share

દિલ્હીઃ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી તા. 15મી ઓગસ્ટ 1947માં આઝાદી મળી હતી. જો કે, આઝાદીની સાથે ભારતનું વિભાજન પણ થયું હતું અને પાકિસ્તાનની સ્થાપના થઈ હતી. તે સમયે અનેક લોકો પાકિસ્તાનથી હિજરત કરીને ભારત આવ્યાં હતા. જ્યારે કેટલાક મુસ્લિમો પણ પાકિસ્તાન ગયાં હતા. તે વખતે હિંસા ફાળી નીકળી હતી અને અનેક લોકોએ જીવ ગુમાવ્યાં હતા. ભારતના ભાગલા દેશની પ્રજા ક્યારેય ભૂલશે નથી. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લેવાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આપણા લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, દેશના ભાગલાની પીડા ક્યારેય ભૂલી શકાય તેમ નથી. નફરત અને હિંસાને કારણે, આપણી લાખો બહેનો અને ભાઈઓ વિસ્થાપિત થયા અને જીવ પણ ગુમાવ્યા હતા. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 મી ઓગસ્ટને ‘વિભિષિકા સ્મારક દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. #PartitionHorrorsRemembranceDay નો આ દિવસ આપણને ભેદભાવ, દુશ્મનાવટ અને દુરાગ્રહના ઝેરને દૂર કરવા માટે પ્રેરણા તો આપશે જ, પરંતુ તે એકતા, સામાજિક સમરસતા અને માનવીય સંવેદનાઓને પણ મજબૂત બનાવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code