
કિચન ટિપ્સઃ હવે બાળકો માટે હેલ્ધી સ્વિટ બનાવવું હોય તો જાણીલો દૂધ અને રવામાંથી બનતી આ સ્વિટ ડિશ
સાહિન મુલતાનીઃ-
- ઘી નાખ્યા વગર જ બનાવો રવાનો હલવો
- દૂધ અને ખાંડથી બનશે સ્વાદિષ્ટ હલવો
ઘણી વખત આપણાને સ્વિટ ખાવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે પરંતુ તેમાં નાખવામાં આવતું ઘી આપણી ઈચ્છાને રોકી રાખે છે, એમા પણ જો આપણે ડાયટ ફોલો કરતા હોઈએ તો તો બિલકુલ પણ ઘી કે વઘારે ઓઈલી ખોરાક લઈ શકતા નથી, ત્યારે આવી સ્થિતિમાં જો તમારે સોજીનો હલવો ખાવો હોય તો તમે ઘી વગર પણ બનાવી શકો છો, તો ચાલો જોઈએ ઘી વગર સોજીનો હલવો કેવી રીતે બનાવી શકાય.જે ખાવામાં સ્વાદની સાથે સાથે હેલ્ધી પણ હોય છે.
પહેલા તો એ વિચાર આવે કે ઘી વગર હલવો કઈ રીતે બને, પણ ‘સોજી’ એટલે કે ‘રવો’ જેને આપણે ઓછી માત્રામાં ખાંડ અને દૂધ બે જ વસ્તુથી બનાવી શકીએ છીએ,જેથી ઘી પણ ન ખાવું પડે અને સ્વિટ ખાવાની ઈચ્છા પણ પુરી થઈ જાય.
આ માટે સૌ પ્રથમ તમારે દૂધને ગરમ કરી લેવાનું, હવે જ્યારે દૂધ સામાન્ય ઠંડૂ પડે ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે બોવ સ્વિટ ન બને તે રીતે માપસરની ખાંડ નાખીને દૂધને બરાબર મિક્સ કરી લેવું.
હવે એક કઢાઈમાં રવો લઈને ગેસની ઘીમી ફ્લેમ પર રવોને શેકી લવો, રવો શેકાઈ જાય એટલે તેમાં ખાંડ વાળું દૂધ મિક્સ કરતા જવું અને તવીથઆ વડે બરાબર ફેરવતા રહેવું, જેથી દૂધના કારણે રવામાં ગાઠા ન પડે.
નોંધ – જેટલો રવો હોય તેના ચાર ભાગનું દૂધ લેવું જેથી રવો સોફ્ટ બનશે, રવો બની ગયા બાદ તેમાં તમારી પસંદના ડ્રાટ ફ્રૂટ , એલચીનો પાવડર અને ખસખસ એડ કરીને સર્વ કરી શકો છો.