1. Home
  2. ગુજરાતી
  3. ઝુલન ગોસ્વામીએ રચ્યો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયા સામે પોતાની કારકિર્દીની 600 વિકેટ પૂરી કરી
ઝુલન ગોસ્વામીએ રચ્યો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયા સામે પોતાની કારકિર્દીની 600 વિકેટ પૂરી કરી

ઝુલન ગોસ્વામીએ રચ્યો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયા સામે પોતાની કારકિર્દીની 600 વિકેટ પૂરી કરી

0
Social Share

નવી દિલ્હી: ભારતના અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ સિદ્વિ નોંધાવી છે. ઝુલમ ગોસ્વામીએ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ત્રીજી વનડેમાં નવો ઇતિહાસ રચને કારકિર્દીની 600 વિકેટ પૂરી કરી છે. તેણે ઓસ્ટ્રેલિયન ઇનિંગની 9મી ઑવરમાં કાંગારૂ ટીમને બે ફટકા આપ્યા. જેમાં રસેલ હેન્સ અને મેલ લેનિંગને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે.

મેચ દરમિયાન આ ઑવરમાં પ્રથમ વિકેટ લેતા જ ગોસ્વામીએ પોતાની વિકેટની સંખ્યા 600 કરી લીધી. ગોસ્વામી પહેલાથી જ વનડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. જેમાં તેણે 192 મેચમાં 239 વિકેટ લીધી છે.

38 વર્ષના દિગ્ગજ ટી -20 ક્રિકેટમાં 56 વિકેટ સાથે 2018માં નિવૃતી લીધી હતી. આ સિવાય તેણે 11 ટેસ્ટ મેચમાં 41 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)માં કુલ 336 વિકેટ લીધી છે, જ્યારે સ્થાનિક ક્રિકેટમાં બીજી 264 વિકેટ લીધી છે. ગોસ્વામીએ ઓસ્ટ્રેલિયા સામે વર્તમાન વનડે સીરિઝ (ODI series)ની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની છેલ્લી ઓવર ફેંકી હતી, જ્યાં છેલ્લા બોલ પર ડ્રામા જોવા મળ્યો હતો.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women Cricket Team) શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને આ હાર ત્યારે મળી જ્યારે ટીમ વિજયના ઉંબરે ઉભી હતી. જોકે, ઝુલન ગોસ્વામી ( Jhulan Goswami) દ્વારા ફેંકવામાં આવેલી છેલ્લી ઓવરમાં થયેલી એક ભૂલે ભારતના હાથમાંથી મેચ છીનવી લીધી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code