1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતીઓ માટે સારા સમાચાર,અફ્ઘાનિસ્તાન સાથે વેપાર શરૂ થતા ડ્રાયફ્રૂટ સસ્તા થશે
ગુજરાતીઓ માટે સારા સમાચાર,અફ્ઘાનિસ્તાન સાથે વેપાર શરૂ થતા ડ્રાયફ્રૂટ સસ્તા થશે

ગુજરાતીઓ માટે સારા સમાચાર,અફ્ઘાનિસ્તાન સાથે વેપાર શરૂ થતા ડ્રાયફ્રૂટ સસ્તા થશે

0
Social Share
  • ડ્રાયફ્રૂટના ભાવમાં થશે ઘટાડો
  • અફ્ઘાનિસ્તાન સાથે વેપાર શરૂ થયો
  • 40 ટકા ભાવમાં ઘટાડો થવાની સંભાવના

અમદાવાદ:ભારતમાં ડ્રાયફ્રૂટને વધારે પ્રમાણમાં તો બહારથી જ મંગાવવામાં આવે છે. ભારતમાં જેટલા પ્રમાણમાં ડ્રાયફ્રૂટ આવે છે તેમાં કેટલાક પ્રમાણમાં ડ્રાયફ્રૂટતો અફઘાનિસ્તાનથી મંગાવવામાં આવે છે. અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ આવ્યા પછી ત્યાં કેટલાક દિવસો સુધી વેપાર બંધ રહ્યો હતો તેના કારણે ભારતમાં ડ્રાયફ્રૂટનો ભાવ વધી ગયો હતો, પણ હવે તેમાં લોકોને રાહત મળશે.

વાત એવી છે કે અફઘાનિસ્તાનમાં ઓગસ્ટ મહિનામાં તાલિબાને કબ્જો કર્યો એટલે સત્તા પરિવર્તન થયું. ત્યાં ચાલતી ક્રાઇસીસની અસર ભારતના વેપાર ધંધા પર પણ પડી હતી. તે સમયે વેપાર બંધ થઈ જતા ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 30થી 40 ટકાનો ઉછાળો આવ્યો હતો. પરંતુ હવે ફરી વેપાર શરૂ થતાં ફરી ડ્રાયફ્રૂટ્સના ભાવ ઘટે તેવું વેપારીઓ માની રહ્યા છે.

જાણકારી માટે ડ્રાયફ્રૂટ્સના વેપારીઓ અનુસાર ભારત અફઘાનિસ્તાનના વ્યાપારી સંબંધોને લઈ ઓવર ઓલ સારા ન્યૂઝ છે. ઓગસ્ટ મહિનામાં આ સ્ટાર્ટ થયું ત્યારે ઇમિડિયટ ઈફેક્ટથી ડ્રાયફ્રૂટ્સના હોલસેલમાં 200થી 300 રૂપિયા ભાવ વધ્યા હતા અને 400થી 500 રિટેલમાં વધ્યા હતા. અફઘાનિસ્તાનમાં અંજીર અને કિસમિસનું પ્રોડકશન વધારે છે અને ક્વોલિટી પ્રમાણે પણ અંજીર સારા હોય છે. ઓગસ્ટમાં એ વખતે હોલસેલ માર્કેટ અંજીરનું 700થી 800 હતું તે 900થી હજાર સુધી પહોંચ્યું હતું. કિસમિસમાં 600-700 હતું તે 1 હજાર સુધી પહોંચ્યું હતું. અને રિટેલમાં 400થી 500નો ફરક પડ્યો હતો. જે વેપારીની પાસે સ્ટોક હતો તેમને કોઈ ફરક પડયો નથી. પણ નાના વેપારીઓને તેનો ફરક પડ્યો છે.

અફઘાનિસ્તાનની તે સમયે ક્રાઇસીસ મન કારણે ઇન્ડિયન ક્રિસમસમાં ભાવમાં પણ ફરક પડ્યો. ઇન્ડિયન કિસમિસની ડિમાન્ડ વધી હતી. ઇન્ડિયન કિસમિસમાં હોલસેલમાં ભાવ 280થી 300 વધી ગયો હતો. મહત્વનું છે કે, અફઘાનિસ્તાનની વણસેલી પરિસ્થિતિના કારણે ડ્રાયફ્રૂટ્સના વેપારીઓના વેપારમાં 50 ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ હવે ફરી વેપાર શરૂ થતાં વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code