1. Home
  2. ગુજરાતી
  3. ડોલર સામે રૂપિયો નબળો પડતા અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગશે
ડોલર સામે રૂપિયો નબળો પડતા અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગશે

ડોલર સામે રૂપિયો નબળો પડતા અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગશે

0
Social Share

ભાવનગરઃ કોરોનાના કાળ બાદ અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં તેજી આવી હતી. પણ આંતરરાષ્ટ્રીય ચલણ અમેરિકન ડોલર સામે ભારતીય ચલણ રૂપિયામાં સતત વર્તાઇ રહેલી નબળાઇની અસર અલંગના વ્યવસાય પર પડી રહી છે. બીજી તરફ હરિફ દેશો પણ અલંગથી વધુ ભાવ ખર્ચી અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી નફાકારતા ધરાવતા જહાજોનો પુરવઠો હરિફ દેશો તરફ ફંટાય રહ્યો છે. પરિણામે આગામી સમયમાં અલંગમાં જહાજની સંખ્યા પર અસર પડવાની શક્યતા વર્તાય રહી છે. ભાવનગર જિલ્લામાં અલંગનો શિપબ્રેકિંગ વ્યવસાય સૌથી મહત્વનો છે અને આર્થિક ગતિવીધિઓ તેની આજુબાજુ વણાયેલી હોય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગે અનેક ચડતી-પડતી જોઈ છે. અલંગમાં કોરોના બાદ જહાજોની સંખ્યા પ્રભાવિત થઇ રહી હતી. ડોલર સામે રૂપિયો સતત ઘસાય રહ્યો છે અને 1 ડોલર સામે ભારતીય રૂપિયાનું મુલ્ય 75.18 થઇ ગયુ છે. ઉપરાંત પ્રીમિયમના 2 રૂપિયા સુધી ખર્ચ કરવા પડે છે. તેથી અલંગમાં જહાજ ખરીદવા માટે તમામ ખર્ચ અને જહાજની અંદાજીત કિંમતને ધ્યાને રાખતા પ્રતિ ટન શિપની કિંમત 45,500 રૂપિયા થાય છે. તેની સામે સ્થાનિક સ્ક્રેપ માર્કેટ પણ 42થી 44ની વચ્ચે રહેલી છે.

ભારતમાં કન્ટેનરની કિંમત 580 ડોલર, બાંગ્લાદેશમાં 610 અને પાકિસ્તાનમાં 600 ડોલર છે, તેથી હરિફ દેશોમાં વધુ ભાવ મળતા હોવાથી ભારતની સરખામણીએ નફાકારતા ધરાવતા જહાજો ત્યાં વધુ ડાયવર્ટ થવા લાગ્યા છે, ડોલર અને જહાજના વધેલા ભાવ અલંગના શિપબ્રેકરો માટે હાલની પરિસ્થિતિમાં પોસાણ થાય તેમ નથી તેમ આંતરરાષ્ટ્રીય શિપબ્રોકિંગ ફર્મના સ્ટીફન ગૂડવર્ડે જણાવ્યુ છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં જહાજોની સંખ્યામાં પણ સતત ઓટ આવી રહી છે, અને વર્તમાન માર્કેટને કારણે આવનારા દિવસોમાં જહાજની સંખ્યા ઘટવાના સ્પષ્ટ એંધાણ દેખાય રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code