ક્રેડિટ-ડેબિટથી ઇ-શોપિંગનો ફૂલ્યોફાલ્યો ટ્રેન્ડ, ભારતીયોએ ક્રેડિટ કાર્ડથી 29 હજાર કરોડની ઇ-શોપિંગ કરી
- દેશમાં દિવાળીના માહોલ સાથે ખરીદીનો પણ માહોલ
- ભારતીયોએ ક્રેડિટ કાર્ડથી 29 હજાર કરોડની ઇ-શોપિંગ કરી
- ડેબિટ કાર્ડથી પણ ખરીદીનો ટ્રેન્ડ વધ્યો
નવી દિલ્હી: દેશમાં દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખરીદીનો માહોલ જામ્યો છે. લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. જો કે આ વખતે ભારતીય ગ્રાહકોમાં ક્રેડિટ-ડેબિટા કાર્ડથી ખરીદી કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પ્રથમવાર ઑક્ટોબર મહિનામાં 12 દિવસના ઇ-કોમર્સ પર કાર્ડ સ્પેન્ડ્સના આંકડા જાહેર કરાયા છે. જે અનુસાર ઑક્ટોબર મહિનાના પ્રથમ 12 દિવસમાં ભારતીયોએ 29 હજાર કરોડ રૂપિયાની ખરીદી કાર્ડથી કરી છે.
ઑક્ટોબરના પ્રથમ 12 દિવસના આંકડા પર નજર કરીએ તો ક્રેડિટ કાર્ડથી 19 હજાર કરોડ રૂપિયાથી વધુની ખરીદી જ્યારે ઇ-કોમર્સ પર સમાન સમયગાળામાં ડેબિટ કાર્ડ મારફતે 9,304.20 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે.
ઑક્ટોબરમાં પોઇન્ટ ઑફ સેલ પર 10,840 કરોડ રૂપિયા, ક્રેડિટ કાર્ડ મારફતે ખર્ચાયા છે. ડેબિટ મારફતે 15781.60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સપ્ટેમ્બર માસ દરમિયાન પોઇન્ટ ઑફ સેલ્સ અને ઇ-કોમર્સ પર ક્રેડિટ કાર્ડથી 62,936 કરોડ રૂપિયા અને ડેબિટ કાર્ડથી 51,701 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, ક્રેડિટ કાર્ડ થકી કુલ ખર્ચ 30,657.35 કરોડ રૂપિયા અને કુલ ડેબિટ કાર્ડનો ખર્ચ 25,085.7 કરોડ રૂપિયા નોંધાયો છે. બેન્કરોએ જણાવ્યું હતું કે આશરે 80 ટકા ક્રેડિટ કાર્ડ માત્ર ટોચના 40 શહેરોમાં જ આપવામાં આવે છે.