- દેશનું સંરક્ષણ ક્ષેત્ર વધુ મજબૂત બનશે
- હવે લડાકૂ વિમાન સહિતની વસ્તુઓ ભારતમાં બનશે
- પીએમ મોદીએ 7 સંરક્ષણ કંપનીઓ દેશને સમર્પિત કરી
નવી દિલ્હી: આજે અસત્ય પર સત્યના વિજયના પર્વ એટલે કે વિજયાદશમીના પર્વની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે ત્યારે પીએમ મોદીએ સંરક્ષણ ક્ષેત્રની સાત કંપનીઓને દેશને સમર્પિત કરી છે. હવે આ કંપનીઓની મદદથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે. આ કંપનીઓની મદદથી હવે પિસ્ટલથી લઇને લડાકૂ વિમાનનું નિર્માણ પણ ભારતમાં જ થશે. આત્મનિર્ભર ભારત માટે એક મોટું પગલું છે.
પીએમ મોદીએ કંપનીઓને દેશને સમર્પિત કરવા સમયે કહ્યું હતું કે, જેઓ કંઇક નવા કરવા ઉત્સુક છે, ઇચ્છુક છે તેમને તેમની પ્રતિભા સાબિત કરવાની સંપૂર્ણ તક સાંપડશે. વધુમાં પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, ભારત પોતાની સ્વતંત્રતાના 75માં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે.
Dedicating seven new defence companies to the nation. https://t.co/13GpYvGyFm
— Narendra Modi (@narendramodi) October 15, 2021
આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઉપરાંત કંપનીઓ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. કેન્દ્ર સરકારે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડનું વિસર્જન કર્યું છે. નિયમોમાં ફેરફાર કરીને આ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને હડતાળ પર જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડને સરકારની 100 ટકા હિસ્સેદારી ધરાવતી 7 સંરક્ષણ કંપનીઓમાં રૂપાતંરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંરક્ષણ સંસાધનોની દૃષ્ટિએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.