1. Home
  2. ગુજરાતી
  3. આયુષ્માન ખુરાનાની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ડોક્ટરજી’ ની રિલીઝ ડેટ આવી સામે- સિનેમા ઘરોમાં દર્શકો જોઈ શકશે આ ફિલ્મ
આયુષ્માન ખુરાનાની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ડોક્ટરજી’ ની રિલીઝ ડેટ આવી સામે- સિનેમા ઘરોમાં દર્શકો જોઈ શકશે આ ફિલ્મ

આયુષ્માન ખુરાનાની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ડોક્ટરજી’ ની રિલીઝ ડેટ આવી સામે- સિનેમા ઘરોમાં દર્શકો જોઈ શકશે આ ફિલ્મ

0
Social Share
  • ર્ષ 2022 જુન મહિનામાં  ફિલ્મ ‘ડોક્ટરજી’ થશે રિલીઝ
  • આયુષ્માન ખુરાના સાથે રકુલ પ્રિત જોવા મળશે

 

મુંબઈઃ- બોલિવૂડના મ્લ્ટિટેલેન્ટેડ અભિનેતા આયુષ્માન ખુરાના બોલિવૂડના વ્યસ્ત કલાકારોમાંથી એક છે.તેમણે અવનવા રોલ પ્લે કરીને દર્શકોના દિલમાં જગા બનાવી છે, ક્યારેક છોકરીના રોલમાં તો ક્યારેય અવાજ બદલીને તો વળી ક્યારેય કોમેડિ રોલમાં તેમણે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. હવે તેની બીજી ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. તેમની ફિલ્મ બાલા હોય કે પછી બધાઈ હો હોય કે પછી ડ્રિમગર્લ હોય દરેકમાં પોતાના પાત્રને પુરતો ન્યાય આપ્યો છે.

અભિનેતા આયુષ્માન ખુરાના મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ડૉક્ટર જી’ ટૂંક સમયમાં દર્શકોને જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. તેમાં તેની સાથે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આયુષ્માને સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કર્યું છે જેમાં તેની સાથે રકુલ જોવા મળી રહી છે. બંને ડોક્ટરના ગેટઅપમાં છે અને કેમ્પસમાં ઉભા રહેલા જોઈ શકાય છે.

આયુષ્માને  સોશિયલ મીડિયા પર આ બાબતે જાણકારી આપી છે, ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતાની સાથે જણાવ્યું કે આ ફિલ્મ 17 જૂન, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેણે કેપ્શનમાં લખ્યું- ’17મી જૂન 2022ના રોજ થિયેટરો માટે તમારી એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે તૈયાર રહો. રકુલ પ્રીત સિંહ, શેફાલી શાહ અને હું ડોક્ટર જીમાં સાથે આવી રહ્યા છીએ.

https://www.instagram.com/ayushmannk/?utm_source=ig_embed&ig_rid=88297708-250a-4580-9de8-e6723bb02104

ઉલ્લેખનીય છે કે આ એક કોમેડી કેમ્પસ ડ્રામા ફિલ્મ છે, જેમાં આયુષ્માન ગાયનેકોલોજિસ્ટની ભૂમિકા ભજવતો જોવા મળે છે. ફિલ્મના નિર્દેશક અનુભૂતિ કશ્યપ છે. આયુષ્માન અને જંગલી પિક્ચર્સની આ એકસાથે ત્રીજી ફિલ્મ છે. અગાઉ, અભિનેતાએ જંગલી પિક્ચર્સ સાથે ‘બરેલી કી બરફી’ અને ‘બધાઈ હો’ કરી હતી.

https://www.instagram.com/ayushmannk/?utm_source=ig_embed&ig_rid=8e991e2a-1f54-48b2-b375-dcb8f7275443

હાલમાં જ આયુષ્માનની આગામી ફિલ્મ ‘અનેક’ની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મ 31 માર્ચ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અનુભવ સિન્હા દ્વારા ઘણી ફિલ્મોનું નિર્દેશન કરવામાં આવી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code