1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન VVIPના બંદોબસ્ત માટે 10 IPS, 5000 પોલીસ જવાનો ખડકાશે

વાઈબ્રન્ટ સમિટ દરમિયાન VVIPના બંદોબસ્ત માટે 10 IPS, 5000 પોલીસ જવાનો ખડકાશે

0
Social Share

ગાંધીનગરઃ ગાંધીનગરમાં આગામી 10મી જાન્યુઆરીથી મહાત્મા મંદિર ખાતે યોજાનારા વાઈબ્રન્ટ સમિટ માટે તૈયારો ચાલી રહી છે. આ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને દેશ-વિદેશના ઉદ્યોગ જગતના માધાતાઓ આવવાના છે, ત્યારે વીવીઆઈપીની સલામતી માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 10થી વધુ આઇપીએસ અધિકારીઓની અધ્યક્ષતામાં પાંચ હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવશે. તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ રાજ ભવન મહાત્મા મંદિર મુખ્યમંત્રી નિવાસસ્થાન ઓપન થ્રી લેયર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવશે. અને આ માટે અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી  10મી જાન્યુઆરી 2022થી વાઇબ્રન્ટ સમિટ યોજાશે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર  મોદી 10 જાન્યુઆરીએ સમિટનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ 12 અને 13 જાન્યુઆરી દરમિયાન મહાત્માં મંદિર ખાતે વિદેશી અને અલગ અલગ રાજ્યોના વીઆઇપી તેમજ વીઆઇપી આમંત્રિત મહેમાનો અને અલગ-અલગ એપ્લિકેશન સહિત રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહેશે ત્યારે તેમની સુરક્ષાને ધ્યાને રાખી ગૃહ વિભાગ દ્વારા વિશેષ સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે 10 થી વધુ આઇપીએસ અધિકારીઓ ની અધ્યક્ષતામાં ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાત, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને અમદાવાદ જિલ્લાની પોલીસ ખડે પગે સુરક્ષામાં તૈનાત રખાશે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના માર્ગો ઉપર પાંચ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્ત કરવાના છે જેમાં નાયબ પોલીસ અધિક્ષક પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ કોન્સ્ટેબલ ટ્રાફિક પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, એસ.ઓ.જી, ક્રાઈમ બ્રાન્ચ મહિલા પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓને જોડવામાં આવશે તો બીજી તરફ એરપોર્ટ થી મહાત્મા મંદિર અને એક્ઝિબિશન સેન્ટર રિહર્સલ કરવામાં આવશે ગાંધીનગર ના સચિવાલય અને વિધાનસભા માર્ગ ઉપર વિવિધ સુરક્ષા એજન્સીઓ નો થ્રિ લેયર કડક પહેરો રહેશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code