1. Home
  2. ગુજરાતી
  3. શ્રેયસ ઐયરે ઇતિહાસ રચ્યો, પ્રથમ જ ટેસ્ટમાં સદી અને અડધી સદી કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો
શ્રેયસ ઐયરે ઇતિહાસ રચ્યો, પ્રથમ જ ટેસ્ટમાં સદી અને અડધી સદી કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો

શ્રેયસ ઐયરે ઇતિહાસ રચ્યો, પ્રથમ જ ટેસ્ટમાં સદી અને અડધી સદી કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો

0
Social Share
  • ટેસ્ટમાં ડેબ્યૂ સાથે શ્રેયસ ઐયરે ઇતિહાસ રચ્યો
  • પહેલી જ ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારનાર પહેલો ભારતીય ક્રિકેટર બન્યો
  • વિશ્વનો 10મો ભારતીય ક્રિકેટર બન્યો

નવી દિલ્હી: ટેસ્ટમાં ડેબ્યુ કરવાની સાથે જ શ્રેયસ ઐયરે ઇતિહાસ રચ્યો છે. કાનપુર ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે શ્રેયસ ઐયરે ઇતિહાસ રચ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ઇનિંગમાં સદી બાદ ઐયરે બીજી ઇનિંગમાં પણ સદી ફટકારી છે.

અહીંયા ઇતિહાસ રચાયો છે તેની પાછળનું કારણ એ છે કે, પહેલી જ ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારનાર તે પહેલો ભારતીય ક્રિકેટર અને વિશ્વનો 10મો ભારતીય ક્રિકેટર બન્યો છે.

શ્રેયસે પહેલી ઈનિંગમાં 105 રન અને બીજી ઈનિંગમાં 65 રન ફટકાર્યા હતા.શ્રેયસની અડધી સદીના પગલે ભારત બીજી ઈનિંગમાં લીડ સાથે 200 રનને પાર કરી શક્યુ હતુ.26 વર્ષીય શ્રેયસે બીજી ઈનિંગમાં અશ્વીન સાથે 52 રન અને સહા સાથે 64 રનની પાર્ટનરશીપ કરી હતી.

નોંધનીય છે કે, ટી બ્રેક સુધીમાં ભારતે સાત વિકેટ ગુમાવી દીધી હતી. ટી બ્રેક પહેલાની અંતિમ ઑવરમાં શ્રેયસ ઐયર વિકેટની પાછળ કેચ આઉટ થઇ ગયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code