1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સિંહનો વટ તો જોવો,આ ગામમાં ખાટલામાં બેઠેલા જોવા મળ્યા
ગુજરાતમાં સિંહનો વટ તો જોવો,આ ગામમાં ખાટલામાં બેઠેલા જોવા મળ્યા

ગુજરાતમાં સિંહનો વટ તો જોવો,આ ગામમાં ખાટલામાં બેઠેલા જોવા મળ્યા

0
Social Share
  • ગુજરાતમાં વનરાજાનો વટ
  • આ ગામમાં ખાટલામાં બેઠા જોવા મળ્યા
  • સોરઠમાં સાવજનું રાજ

રાજકોટ :ગોંડલની આસપાસના ગામમાં છેલ્લા કેટલાક સમયથી સિંહના આંટાફેરા વધ્યા છે. લોકોને કોઈ પણ સમયે સિંહ લટાર મારતા જોવા મળી રહ્યા છે પશુઓનું મારણ પણ કરી રહ્યા છે, આવામાં હવે ગુજરાતના આ ગામમાં સિંહ ખાટલા પર બેઠા જોવા મળ્યા જેને લઈને એક તરફ લોકોમાં ભયનો માહોલ છે તો બીજી તરફ વનરાજા પોતાના દર્શન આપી રહ્યા છે.

અમરેલીમાં અવાર નવાર સિંહો લટાર મારતા જોવા મળે છે.ત્યારે બગસરાના હુડલમાં 4 સિંહોનુ ટોળું ખાટલામાં બેસી ગયુ હતું. આ દુર્લભ ઘટના કેમેરામાં કેદ થઈ હતી ત્યાર બાદ આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો ગોંડલ પંથકમાં સિંહ પરિવારે ધામા નાખતા ફફડાટ વ્યાપ્યો હતો. મોડી રાત્રે અનલગઢ-લુણીવાવના રસ્તા પર સિંહની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સિંહણ બે બાળ સિંહ સાથે લટાર મારતી નજરે પડે છે

ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં આજે જાણે વન્ય પ્રાણી દિવસ હોય તેમ અલગ-અલગ જગ્યાએ રાની પશુઓએ દેખા દીધી હતી. સૌરાષ્ટ્રના અમરેલી, ગોંડલ,ગીર સોમનાથ, ઉપરાંત મહેસાણા અને સાબર કાંઠામાં જંગલી વન્ય પ્રાણીઓ દેખાયા હતા. સૌરાષ્ટ્રમાં સિહ પરિવાર તો ક્યાંક દીપડાએ દેખા દીધા હતા.

માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં દીપડો દેખાતા વનવિભાગે દીપડાને પકડવા માટે પાંજરૂ મુક્યું હતું. તો ગીર સોમનાથના પ્રશ્નાવડા ગામે 35 ફૂટ કૂવામાં દીપડો ખાબક્યો હતો. દીપડો કૂવામાં ખાબક્તા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.દીપડાનો રેસ્ક્યુ કરીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો હતો.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code