1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીની હવા ‘ગંભીર’ શ્રેણીમાં, AQI 430 પર   
દિલ્હીની હવા ‘ગંભીર’ શ્રેણીમાં, AQI 430 પર   

દિલ્હીની હવા ‘ગંભીર’ શ્રેણીમાં, AQI 430 પર   

0
Social Share
  • દિલ્હીમાં હવા ફરી ગંભીર શ્રેણીમાં
  • 430 પહોંચ્યો AQI

દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં શિયાળાની સાથે સાથે વાયુ પ્રદૂષણ ફરી એકવાર વધી રહ્યું છે. લગભગ 4 દિવસ ગંભીર શ્રેણીમાં રહ્યા બાદ શનિવારે રાજધાનીમાં હવામાં થોડો સુધારો થયો છે, પરંતુ સ્થિતિ એવી છે કે તે હજી પણ ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે.તો, સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર, હવાની ગુણવત્તા ફરીથી ‘ગંભીર’ શ્રેણીમાં છે. આવી સ્થિતિમાં શહેરનો AQI 430 નોંધાયો છે.

વાસ્તવમાં, સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ ઈન્ડિયા અનુસાર, દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં હોવા છતાં એકંદર હવા ગુણવત્તા સૂચકાંક 430 પર પહોંચી ગયો છે.તો, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ  અનુસાર AQI 401 નોંધવામાં આવ્યો હતો.જે દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં બીજા ક્રમે છે.જયારે ફરીદાબાદ 402 AQI સાથે પ્રથમ સ્થાને હતું.

આ પહેલા શુક્રવારે દિલ્હીની હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી હતી, જે દરમિયાન AQI 432 પર પહોંચી ગયો હતો. 21 ડિસેમ્બરથી રાજધાનીમાં તાપમાન ઓછું નોંધાઈ રહ્યું છે.આ સાથે જ શીત લહેર પણ ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન વાયુ પ્રદૂષણનું સ્તર પણ ગંભીર રહ્યું છે.હવે સ્થિતિ એવી બની છે કે,પાટનગરમાં સવારના સમયે અને ખાસ કરીને સાંજના સમયે પ્રદૂષણની ચાદર સ્પષ્ટપણે જોવા મળે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code