1. Home
  2. ગુજરાતી
  3. સોનુ નિગમ સહિત પરિવાર પણ કોરોના પોઝિટિવ,સોશિયલ મીડિયા પર આપી માહિતી
સોનુ નિગમ સહિત પરિવાર પણ કોરોના પોઝિટિવ,સોશિયલ મીડિયા પર આપી માહિતી

સોનુ નિગમ સહિત પરિવાર પણ કોરોના પોઝિટિવ,સોશિયલ મીડિયા પર આપી માહિતી

0
Social Share
  • દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ
  • સોનુ નિગમ સહિત પરિવાર પણ કોરોના પોઝિટિવ
  • સિંગરે સોશિયલ મીડિયા પર આપી જાણકારી

મુંબઈ:દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.આ મહામારીએ ફરી એકવાર લોકોને પોતાની ઝપેટમાં લેવાનું શરૂ કર્યું છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા ટીવી કલાકારો કોરોનાથી સંક્રમિત થયા છે. હવે આ યાદીમાં ગાયક સોનુ નિગમનું નામ પણ સામેલ થઈ ગયું છે.

સિંગરે પોતાના ઈન્ફેક્શનની જાણકારી પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું કે,તેની પત્ની મધુરિમા અને પુત્ર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. સિંગર તેના પરિવાર સાથે દુબઈમાં છે.

સોનુએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરતા લખ્યું, “તમારા બધાને નવા વર્ષની શુભકામનાઓ. હું કોવિડ પોઝિટિવ છું. કેટલાક લોકો જાણે છે અને ઘણા લોકો નથી જાણતા. પણ એ સાચું છે કે મને નથી લાગતું કે હું કોવિડ પોઝિટિવ છું. હું દુબઈમાં છું. મારે ભુવનેશ્વરમાં પરફોર્મ કરવાનું હતું અને સુપર સિંગર સીઝન 3નું શૂટિંગ પણ કરવાનું હતું. તેણે વધુમાં જણાવ્યું કે,આ માટે મારે કોરોના ટેસ્ટ કરાવવાનો હતો અને હું કોવિડ પોઝીટીવ આવ્યો છું. મને આશા છે કે હું જલ્દી સાજો થઈ જાઉં.મેં કેટલીવાર વાયરલ, ગળું ખરાબમાં કોન્સર્ટ કર્યો છે.આ તેના કરતાં ઘણું સારું છે.મને તે લોકો માટે ખરાબ લાગો રહ્યું છે કે જેના કારણે મને નુકશાન થયું છે.મારી જગ્યાએ અન્ય ગાયકો પહોંચ્યા છે.

https://www.instagram.com/p/CW2kjlnommw/?utm_source=ig_embed&ig_rid=3e44e98e-f73f-4356-8279-3f8972747b9b

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ગાયક સતત તેના મ્યુઝીક કોન્સર્ટ કરી રહ્યા હતા. તાજેતરમાં તેણે યુકેમાં પરફોર્મ કર્યું હતું.ઓક્ટોબર મહિનામાં તે ‘કૌન બનેગા કરોડપતિ 13’માં જોવા મળ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code