રાજકોટમાં પણ તંત્ર હરકતમાં આવ્યું,100 ધન્વંત્રી અને 50 સંજીવની રથ શરૂ
- રાજકોટમાં કોરોનાને લઈને તંત્ર એલર્ટ
 - 100 ધન્વંત્રી શરૂ
 - 50 સંજીવની શરૂ
 
રાજકોટ: દેશમાં તથા રાજ્યમાં કોરોનાવાયરસના કેસ વધતા રાજકોટમાં પણ કોરોનાને ધ્યાનમાં રાખીને તંત્ર વધારે હરકતમાં આવ્યું છે. મનપા દ્વારા શહેરમાં 100 ધન્વંત્રી રથ અને 50 સંજીવની રથ આજથી શરૂ કરવામાં આવી છે. જાણકારી અનુસાર પ્રથમ લહેરની જેમ ફરી સોસાયટી ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવાનું શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે,કોરોનાના વધતા કેસના કારણે તંત્ર હરકતમાં આવ્યા છે. લોકોને સતર્ક અને સલામત રહેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે. જો કે કેટલાક લોકો દ્વારા કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો પણ જોવા મળે છે જેમાં તે લોકો દ્વાર માસ્ક પહેરવામાં આવતા નથી તો સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં આવતું નથી.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

