1. Home
  2. ગુજરાતી
  3. ઝારખંડઃ PLFI સંગઠનના આઠ નક્સલવાદીઓ ઝડપાયાં, મોંઘી કાર અને 77 લાખની રોકડ જપ્ત
ઝારખંડઃ PLFI સંગઠનના આઠ નક્સલવાદીઓ ઝડપાયાં, મોંઘી કાર અને 77 લાખની રોકડ જપ્ત

ઝારખંડઃ PLFI સંગઠનના આઠ નક્સલવાદીઓ ઝડપાયાં, મોંઘી કાર અને 77 લાખની રોકડ જપ્ત

0
Social Share

રાંચીઃ ઝારખંડ પોલીસના હાથે મોટી સફળતા લાગી છે. પોલીસ માટે માથાન  દુઃખાવો બનેલા કુખ્યાત ઉગ્રવાદી સંગઠન પીએલએફઆઈના 8 સભ્યોને પોલીસે દબોચી લીધા છે. આ નક્સલવાદીઓ પાસેથી આધુનિક હથિયારોની સાથે મોંઘી મોટરકાર અને લાખોની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. નક્સલવાદીઓ બીએમડબલ્યુ અને એમજી હેક્ટર જેવી મોંઘી મોટરકારનો ઉપયોગ કરતા હતા. તેમજ તેમની પાસેથી 77 લાખની રોકડ પમ મળી આવી છે. નક્સલવાદીઓ પાસેથી એક પિસ્તોલ, 32 કારસુત અને 30 મોબાઈલ ફોન અને મોટી સંખ્યામાં સીમકાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યાં હતા. નક્સલવાદીઓના પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સંપર્ક હોવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

એસએસપીને ગુપ્ત માહિતી મળી હતી કે, પીએલએફઆઈના સુપ્રીમો દિનેશ ગોતના સાગરિતો હથિયારો દેશના અન્ય રાજ્યોમાં સપ્લાય કરવાના છે. જેથી સમગ્ર પ્રકરણની તપાસ માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની રચના કરવામાં આવી હતી. એસઆઈટીએ ધુર્વા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ધુર્વા ડેમ પાસે દરોડો પાડ્યો હતો અને બે વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આ બંનેની પૂછપરછના આધારે પોલીસે બિહાર અને દિલ્હી સુધી તપાસ લંબાવી હતી. બિહારના બક્સરથી 3 નક્સલીઓને ઝડપી લેવાયાં હતા. જ્યારે રાંચીથી 5ની ધરપકડ કરવામાં આવી હતી. નક્સલવાદીઓના મોબાઈલ ફોનમાંથી કેટલીક મહત્વની માહિતી મળી હોવાનું જાણવા મળે છે. નક્સલવાદીઓ વિદેશમાં હથિયારો સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે નક્સલવાદીઓની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી રહ્યાં છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code