
યુક્રેનમાં તણાવયુક્ત માહોલઃ ભારતના હજારો વિદ્યાર્થીઓ મૂકાઈ શકે છે મુશ્કેલીમાં
- યુક્રેનમાં તણાવભરી સ્થિતિ
- ભારતના 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ ફસાયા
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી યુક્રેનનો વિવાદ ચાલી રહ્યો છે,રશિયા અને યુક્રેનની સ્થિતિ હાલ યુદ્ધ જેવી જોવા મળી રહી છે,હાલ અહી ખૂબ જ તણાવનો માહોલ છે ત્યારે અહીં ભારતના અભ્યાસ કરી રહેલા 18 હજાર ભારતીય વિદ્યાર્થી ફસાયેલ છે.તેઓની મુશ્કેલીઓ વધી શકે છે.
આવી સ્થિતિમાં ભારતે ત્યાં રહી પોતાના નાગરિકોને કીવ સ્થિત ભારતીય દૂતાવાસમાં પોતાની નોંધણી કરવા માટેની સૂચનાઓ આપી દીધી છે. જેના કારણે ઈમરજન્સીમાં ભારતીય લોકો તાત્કાલિક દૂતાવાસના સંપર્કમાં આવી શકે અને તેઓને જલ્દી મદદ મદદ મળી શકે ,આ તણાવભર્યા માહોલ વચ્ચે હાલ યુક્રેનમાં 18 હજારથી વધારે વિદ્યાર્થીઓ અહી ફસાયા છે.
જો કે ભારત સરકારનું કહેવું છે કે તેઓ અહીથી દરેક લોકો પર ખાસ નજર રાખી રહ્યા છે,જરુર પડ્યે દૂતાવાસ તરફથી તેમને મદદ કરવામાં પણ આવશે, તેમના પર કોઈ મુશ્કેલી આવવા નહી દે, ઉલ્લેખનીય છે કે અન્ય દેશોની તુલનામાં મેડિકલ જેવા અભ્યાસો યુક્રેનમાં ઓછા ખર્ચમાં થતા હોય છેજેથી અહી વિદ્યાર્થીઓની સંખ્યા મોટાભાગની જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે રશિયાએ યુક્રેનની સીમા પાસે એક લાખથી વધારે સૈનિકોને તૈનાત કર્યાની માહિતી છે.. જેથી આ ક્ષેત્રમાં યુદ્ધ થવાના અંધાણ વર્તાઈ રહ્યા છે.રશિયાએ સતત આ વાતથી ઈન્કાર કર્યાં છે કે તે યુક્રેન પર હુમલો કરવાની યોજના છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી અહી તણાવ ભરી સ્થિતિ સર્જાઈ રહી છે.