1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકાસ કરતા અર્થતંત્રમાં ભારત પ્રથમ નંબર પર
વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકાસ કરતા અર્થતંત્રમાં ભારત પ્રથમ નંબર પર

વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકાસ કરતા અર્થતંત્રમાં ભારત પ્રથમ નંબર પર

0
Social Share
  • ભારતનો આર્થિક વિકાસ જોરદાર રહેશે
  • આ નાણાકીય વર્ષમાં જોવા મળશે તેજી
  • ઝડપથી વિકાસ કરતા અર્થતંર્તમાં ભારત પ્રથમ

દિલ્હી: એક ઈકોનોમિક સર્વેમાં જણાવવામાં આવ્યું કે ભારત આ નાણાકીય વર્ષમાં 9.2 ટકાના અને આગામી નાણાકીય વર્ષમાં 8થી 8.5 ટકાના જીડીપી વૃદ્ધિદર સાથે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે જે વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકાસ કરતા અર્થતંત્રમાં પહેલા નંબર પર હશે.

અર્થતંત્ર ભાવિ પડકારોને પહોંચી વળવા માટે સજ્જ છે. સફળ અને ઝડપી રસીકરણ, પુરવઠા મોરચે પગલાં અનેનિયંત્રણો હળવા કરવામાં આવતા ભારત ચાલુ વર્ષે ઊંચા દરે વિકાસ સાધી શકશે.

વધુ જાણકારી અનુસાર ક્રૂડ ઓઇલના ભાવ 70થી 75 ડોલરની રેન્જમાં જળવાઈ રહે તો આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે પૂરતા પ્રમાણમાં રાજકોષીય ખર્ચ કરવાની સરકારને છૂટ રહેશે

સીતારામન મંગળવારે રજૂ કરવામાં આવનારા બજેટમાં રોકાણમાં નવસંચાર કરવા ખર્ચના મોરચે વેગ આપવાના આયોજનની અને રોજગાર સર્જનની જાહેરાત કરી શકે છે. આ સરવમાં અંદાજ મૂકાયો છે કે આગામી વર્ષ સુધી ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 70થી 75 ડોલર રહેશે. જ્યારે હાલમાં આ ભાવ પ્રતિ બેરલ 90 ડોલર છે.

આર્થિક વૃદ્ધિમાં જાહેર કરવામાં આવેલો વૃદ્ધિદર વિશ્વ બેન્કના અનુમાનની નજીક જ છે. પરંતુ આ દર આઇએમએફના નવ ટકાના દરની આગાહીથી નીચે છે. જો કે આ દર એસએન્ડપી અને મૂડીઝે આગાહી કરી છે તે દર કરતાં થોડો વધારે છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code