1. Home
  2. ગુજરાતી
  3. આલિયા ભટ્ટ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’માં શાનદાર અવતારમાં-ટ્રેલર જોઈને રણબીર કપૂરે પણ હાથ જોડીને કરી આલિયાની કોપી
આલિયા ભટ્ટ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’માં શાનદાર અવતારમાં-ટ્રેલર જોઈને રણબીર કપૂરે પણ હાથ જોડીને કરી આલિયાની કોપી

આલિયા ભટ્ટ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’માં શાનદાર અવતારમાં-ટ્રેલર જોઈને રણબીર કપૂરે પણ હાથ જોડીને કરી આલિયાની કોપી

0
Social Share
  • આલિયા ભટ્ટની ફિલ્મનું ટ્રેલર રિલીઝ
  • ગંગુબાઈ કાઠિયાવાડીના ટ્રેલરમાં આલિયાનો શાનદાર અંદાજ

મુંબઈઃ- બોલિવૂડની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ગંગુબાઈ  કાઠીયાવાડી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે.સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી હવે આ મહિનાની 25 તારિખે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે વિતેલા દિવસે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે.

આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ટ્રેલર પર તેની પ્રતિક્રિયા પૂછી તો તેણે શબ્દોમાં નહીં પણ હાવભાવમાં પોઝ આપ્યો છે,તેના એક્સપ્રેશન જોરદાર જોવા મળ્યા છે, સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે રણબીર કપૂર પાછળ ફરીને મીડિયા પર્સન તરફ પોતાના બંને હાથ જોડતો જોવા મળી રહ્યો છે. રણબીરની આ પ્રતિક્રિયાથી સ્પષ્ટ છે કે તેને ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પસંદ આવ્યું છે.

https://www.instagram.com/viralbhayani/?utm_source=ig_embed&ig_rid=ca4014af-e2e3-413c-bafb-c5532bc2851c

આલિયાના બોયફ્રેન્ડ રણબીરે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની સ્ટાઈલ ફોલો કર્યા બાદ આલિયા હવે સાતમા આસમાન પર જોવા મળી રહી છે. આલિયાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રણબીરનો ફોટો શેર કર્યો અને તેને ‘બેસ્ટ બોયફ્રેન્ડ’ તેને ગણાવ્યો હતો

ઉલ્લેખનીય છે કે આલિયા રણબીર પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવામાં ક્યારેય ડરતી નથી અને તેનું ઈન્સ્ટાગ્રામ તેના ફોટોઝથી ભરેલું છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના માટે પ્રેમ અને પ્રશંસા વ્યક્ત કરે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code