- અજય દેવગનની વેબ સિરિઝ ‘રુદ્ધ નું ટ્રેલર રિલીઝ
- ડીસીપીના શાનદાર અવતારમાં અજય દેવનગ જોવા મળ્યા
મુંબઈઃ- બોલિવૂડ સ્ટાર અજય દેવગણ તેની અપકમિંગ વેબ સિરિઝ રુદ્ધ ને લઈને ચર્ચામાં છે.ચાહકો તેની આ સિરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,ત્યારે આજરોજ ડિઝની પ્લસ પર તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે,
આ વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે આ શો માં અજય દેવગન ડીસીપી રૂદ્ર વીર સિંહના રોલમાં જોવા મળી રહ્યા છે. આ વેબ સિરીઝમાં અજય દેવગન પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે પરંતુ રસપ્રદ વાત એ છે કે અચાનક તેનું પાત્ર બદલાઈ જાય છે અને તે પોલીસમાંથી ગુનેગાર બની જાય છે.અને કહાનીમાં નવો વળાંક આવે છે.
https://twitter.com/ajaydevgn/status/1493121427091820547?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1493121427091820547%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Fphoto-gallery%2Fentertainment%2Fweb-series%2Fajay-devgn-rudra-the-edge-of-darkness-disney-hotstar-series-trailer-out
સોશિયલ મીડિયા પર ટ્રેલર શેર કરતા અજય દેવગને લખ્યું – અંધકારથી ઘેરાયેલો, હું ન્યાયનો પ્રકાશ લાવવા માટે તૈયાર છું… અજય દેવગનની વેબ સિરીઝ એક ક્રાઈમ થ્રિલર ડ્રામા છે. આ સિરિઝમાં જે રીતે અજય પોલીસમાંથી ગુનેગાર બને છે તેની કહાની દિલચસ્પ બતાવામાં આવી છે જે રહસ્યથી ઘેરાયેલી છે
આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 4 માર્ચથી રિલીઝ થશે. આ વેબ સિરીઝનું નિર્માણ બીબીસી સ્ટુડિયો અને એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ સીરિઝમાં એશા દેઓલ, રાશિ ખન્ના, તરુણ ગેહલોત, સત્યદીપ મિશ્રા અને આશિષ વિદ્યાર્થી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.ઉલ્લેખનીય છે કે અભિનેતા અજય દેવગને આ સિરિઝ દ્રારા ઓટીટી પર ડેબ્યુ કરી રહ્યા છે.


