 
                                    ફ્રુટ ચાટ ખાવાના જબરદસ્ત ફાયદા,અહીં જાણો બનવાની રીત
- ફ્રુટ ચાટ ખાવાના જબરદસ્ત ફાયદા
- સ્વાસ્થ્ય સમસ્યાઓને કરે છે દૂર
- અહીં જાણો તેને કેવી રીતે બનાવી શકાય
આપણે બધા ફળ ખાવાના સ્વાસ્થ્ય લાભો સાંભળીને મોટા થયા છીએ. ફળો આવશ્યક વિટામિન અને મિનરલથી સમૃદ્ધ છે.તે આપણા સ્વાસ્થ્યને ઘણા પ્રકારના ફાયદા પહોંચાડે છે.ફળોથી ભરપૂર આહાર લેવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર રાખવામાં મદદ મળી શકે છે. એવી ઘણી રીતો છે કે,જેના દ્વારા આપણે સ્વસ્થ અને સ્વાદિષ્ટ ફળોને આપણા દૈનિક આહારનો ભાગ બનાવી શકીએ છીએ.સૌથી સહેલો રસ્તો છે ફ્રુટ ચાટને ડાયટમાં સામેલ કરવાનો.જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે તમે ભોજનની વચ્ચે નાસ્તા તરીકે ફ્રુટ ચાટ ખાઈ શકો છો.આવો જાણીએ તેને બનાવાની રીત અને તેના સ્વાસ્થ્ય લાભ ક્યાં છે.
ફ્રુટ ચાટ રેસીપી
ફ્રુટ ચાટ રેસીપી બનાવવા માટે સો પ્રથમ
- લીલી દ્રાક્ષ
- દાડમ
- જીરું પાવડર
- ચાટ મસાલો
- મીઠું
- લીલા ધાણા
- લાલ મરચું પાવડર
- કાળા મરી પાવડર
- લીંબુનો રસ
- મધ
આ તમામ વસ્તુની જરૂર પડશે.ત્યારબાદ દાડમને છોલીને બાઉલમાં કાઢી લો.દ્રાક્ષને ધોઈને નાખો.ઉપર ગુલાબી મીઠું, જીરું પાવડર, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, મીઠું, કાળા મરી પાવડર, લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મધ ઉમેરો.ઉપર ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. ટૉસ કરી તેનો આનંદ લો.
ફ્રુટ ચાટ ખાવાના ફાયદા
1.ફળોમાં પાણી અને ફાઈબર ભરપૂર હોય છે.તેમાં કેલરી ઓછી હોય છે.આમ જ્યારે તમે ફળોનું સેવન કરો છો,ત્યારે તમારું એનર્જી લેવલ વધે છે.ફળોમાં કેલરી ઓછી અને ફાઈબર વધારે હોય છે.એટલા માટે તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.ફાઈબર તમને લાંબા સમય સુધી ભરપૂર રાખે છે.આ તમને અતિશય આહાર અથવા બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી અટકાવે છે.
2. ફળોમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે.ફાઈબર કબજિયાત જેવી પાચન સમસ્યાઓથી બચાવે છે.ફળોને પચાવવા પણ સરળ હોય છે. તે એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓને પણ અટકાવે છે.
3. મોટાભાગના ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. તેઓ દિવસભર શરીરને હાઇડ્રેટ રાખે છે. જો તમે એવા વ્યક્તિ છો કે વધારે માત્રામાં પાણી પીતા નથી, તો તમારા આહારમાં ફળોનો સમાવેશ કરો.ફળો તમને તમારા શરીરની દૈનિક પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરી શકે છે
4. ફળોમાં એંટીઓક્સીડેંટ હાજર હોય છે. તે આપણા શરીરમાં નુક્શાન પહોંચાડનાર ફ્રી રેડિકલ્સ સામે લડે છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

