1. Home
  2. ગુજરાતી
  3. રશિયા સામે નિંદા ઠરાવ પસાર- રશિયા વિરુદ્ધ યુએનજીએમાં 141 મત જ્યારે સમર્થનમાં માત્ર 5 વોટ
રશિયા સામે નિંદા ઠરાવ પસાર- રશિયા વિરુદ્ધ યુએનજીએમાં 141 મત જ્યારે સમર્થનમાં માત્ર 5 વોટ

રશિયા સામે નિંદા ઠરાવ પસાર- રશિયા વિરુદ્ધ યુએનજીએમાં 141 મત જ્યારે સમર્થનમાં માત્ર 5 વોટ

0
Social Share
  • રશિયાની સમગ્ર વિશ્વમાં થઈ રહી છે નિંદા
  • યુનજીએમાં સમર્થનમાં માત્ર 5 વોટ જ્યારે રશિયા વિરુદ્ધ 141 મત
  • યુેનજીએમાં પણ ભારતે દૂરી બનાવી

 

દિલ્હીઃ- રશિયાએ જ્યારથી યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી વિશ્વભરમાં રશિયાની ટિકા થી રહી છે,ત્યારે હવે યુએનજીમાં પણ રશિયા વિરુદ્ધ સખ્ત ટિકા કરવામાં આવી હતી, આ મામલે રશિયાની નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

જ્યારે આ ઠરાવ પસાર થયો ત્યારે મોટા ભાગના દેશે રશિયાની ટિકા કરી હતી અને તેના વિરુદ્દમાં મત આપ્યા હતા,આ ઠરાવમાં રશિયા વિરુદ્ધ 141 વોટ પડ્યા જ્યારે સમર્થનમાં માત્ર 5 વોટ  મળવા પાત્ર બન્યા હતા.

આ સમગ્ર ક્રિયામાં કુલ 35 દેશોએ ભાગ લીધો ન હતો. સસંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ યુક્રેનની તરફેણમાં ઠરાવ પસાર કર્યો હતો અને આ પ્રસ્તાવમાં રશિયન હુમલાની સખ્તપણ ટિકા કરવામાં આવી હતી.જો કે આ ઠરાવમાં ભારતે દૂરી બનાવી હતી,યુએનસી અને યુએનજી બન્ને બેઠકમાં ભારતે હાજરી નહોતી આપી રશિયા સિવાય બેલારુસ, સીરિયા, નોર્થ કોરિયા, એરિટ્રિયાએ રશિયાની તરફેણમાં મતદાન કર્યું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code