
ઓરોગ્યમંત્રીના હસ્તક્ષેપ બાદ હવે દિલ્હી એઈમ્સના ડોક્ટરો નહી કરી શકે મનમાની- ગેરહાજર ડોક્ટરો પર થશે કાર્યવાહી
- દિલ્હી એઈમ્સના ડોક્ટરોની નહી ચાલે મનમાની
- આરોગ્યમંત્રીના હસ્તક્ષેપ બાદ હવે ડોક્ટર્સ જો રજા મૂકશે તો કાર્યવાહી થશે
- મનમાની રજાઓ પર લાગશે રોક
દિલ્હીઃ- રાજઘાની દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ સૌથી નામાંકિત ગણાય છે અહી આવતા દર્દીઓની સંખ્યાઓ વધુ હોય છે જેથી ડોક્ટર્સનું હોવું પણ એટલું જ જરુરી બને છે, જો કે છેલ્લા ઘણા સમયથી આઈમ્સલના ડોક્ટરો પોતાની મનમાની કરીને રજાઓ લઈ રહ્યા હતા ત્યારે છેવટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયાએ હસ્તક્ખેપ કરવાનો વખત આવ્યો હતો
જેથી હવે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એ અલગ-અલગ કારણો આપીને ફરજ પરથી ગેરહાજર રહેનારા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત ત્રણ દિવસથી વધુ અગાઉથી રજા પર ગયેલા કર્મચારીઓનો તાત્કાલિક પગાર અટકાવી દેવામાં આવશે. આ સાથે જ નોટિસ જારી કરવામાં આવશે, જેનો સાત દિવસમાં જવાબ આપવો રહેશે આ નિયમની અમલવારી સાથે હાલમાં ગેરહાજર રહેતા કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મનમાની કરની રજાઓ પાડતા કર્મીઓ પર AIIMS મેનેજમેન્ટનો આ પ્રતિબંધ ત્યારે આવ્યો છે જ્યારે તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ નિરીક્ષણ દરમિયાન કર્મચારીઓની ગેરહાજરી નોંધી હતી. આ પછી તેમણે તમામ વિભાગોના વડાઓ સાથે યોજાયેલી બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરી હતી.અને નિયમોનું પાલન કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
સરકારી વિભાગોની જેમ એમ્સમાં પણ કર્મચારીઓની રજાને લઈને વ્યવસ્થા છે. જ્યારે પણ કોઈ કર્મચારીને લાંબા ગાળા માટે રજા પર જવું પડે ત્યારે તે પહેલા સંબંધિત વિભાગના વડા અથવા યુનિટ હેડને અગાઉથી જાણ કરવી પડે છે. જો કે, કર્મચારી આકસ્મિક કારણોસર રજા લઈ શકે છે, પરંતુ તે ત્રણ દિવસથી વધુ ન હોઈ શકે, પરંતુ અહી વાસ્તવિકતા જુદી જોવા મળી છે.જેને લઈને હવે ડોક્ટરો જો હવે આમ કરશે તો કાર્યવાહી કરાશે
એઈમ્સના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 7 માર્ચે જારી કરાયેલા નિર્દેશો હેઠળ તમામ વિભાગોએ પૂર્વ માહિતી આપ્યા વિના ગેરહાજર કર્મચારીઓની યાદી માંગી છે. એઈમ્સ મેનેજમેન્ટે આ તમામ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ગેરહાજર કર્મચારીઓની આગામી એકથી બે દિવસમાં સમીક્ષા કરવામાં આવશે. આ પછી મનસ્વી રજા અંગે નોટિસ જારી કરવામાં આવશે અને પગાર પણ કટચ કરવામાં આવશે.