1. Home
  2. ગુજરાતી
  3. ચીનમાં કોરોના વકર્યો- છેલ્લા 2 વર્ષ બાદના સૌથી વધુ કેસ એક જ દિવસમાં નોંધાયા, 10 શહેરોમાં લાગૂ કરાયું લોકડાઉન
ચીનમાં કોરોના વકર્યો- છેલ્લા 2 વર્ષ બાદના સૌથી વધુ કેસ એક જ દિવસમાં નોંધાયા, 10 શહેરોમાં લાગૂ કરાયું લોકડાઉન

ચીનમાં કોરોના વકર્યો- છેલ્લા 2 વર્ષ બાદના સૌથી વધુ કેસ એક જ દિવસમાં નોંધાયા, 10 શહેરોમાં લાગૂ કરાયું લોકડાઉન

0
Social Share
  • ચીનમાં કોરોના વકર્યો
  • 2 વર્ષના સૌોથી વધુ કેસ એક જ દિવસમાં નોંધાયા
  • ચીનના બે શહેરોમાં લોકડાઉન લાગૂ

દિલ્હીઃ- દેશભરમાં જ્યા કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી છે ત્યા ચીમ ફરી એક વખત કોરોનામાં ઘકેલાઈ રહેલું જોવા મળે છે, ચીનમાં ફરી કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો છે.

પ્રાપ્ત જણકારી પ્રમાણે મંગળવારે ચીનમાં કોરોનાના 5 હજાર 280 નવા કેસ નોંધાયા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું કે મહામારીની શરૂઆતથી અત્યાર સુધીના દૈનિક કેસની આ સૌથી વધુ સંખ્યા  નોંધાઈ છે. NHC અનુસાર, રાષ્ટ્રીય આંકડામાં વધારો ઓમિક્રોનના ફેલાવાને કારણે  થયો છે. જેમાંથી, 3 હજાર  થી વધુ ઘરેલું કેસો ઉત્તરપૂર્વીય પ્રાંત જિલિનમાં ફેલાયેલો જોઆ શકાય છે.

જીલિન પ્રાંત કોરોનાને કારણે સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસોમાં ઉછાળાને કારણે ઓછામાં ઓછા 10 શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેમાં શેંગેન શહેરનો પણ સમાવેશ થાય છે, જે એક ટેક હબ બની ગયું છે, જેની વસ્તી અંદાજે  17 મિલિયન  છે જ્યા કોરોના વકરતા ચિંતા વધી છે.

કોરોનાને લઈને ચીનનું તંત્ર સજ્જ બન્યું

દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ વહીવટીતંત્રની ચિંતા વધારી દીધી છે. જેના કારણે અધિકારીઓ દ્વારા અનેક સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. આમાં, શાંઘાઈમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને પૂર્વોત્તરના ઘણા શહેરોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. ચીનમાં કેસ વધ્યા બાદ જિલિન શહેરમાં એક અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. એવી અપેક્ષા છે કે આ કામચલાઉ સુવિધા છ દિવસમાં ઉપયોગ માટે તૈયાર થઈ જશે. આમાં 6 હજાર બેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કોરોનાના ટેસ્ટિંગમાં વધારો કરાયો

આ વિસ્તારમાં 12 માર્ચ સુધી ત્રણ હંગામી હોસ્પિટલો બનાવવામાં આવી છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે મોટા પાયે પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે અને જિલિનમાં લોકોએ અત્યાર સુધીમાં તપાસના છ રાઉન્ડ પૂર્ણ કર્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code