ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપારને લઈને મહત્વના કરાર થયાં
નવી દિલ્હીઃ ભારતની વિદેશ નીતિને કારણે છેલ્લા કેટલાક ઘણોથી ભારતના અન્ય દેશો સાથે સંબંધ વધારે ગાઢ બન્યાં છે. દરમિયાન આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે કેટલાક મહત્વના કરાર થયાં હતા. જેથી બંને દેશો વચ્ચેનો સંબંધ વધારે ગાઢ બનવાની શકયતાઓ રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે. આ કરારથી ભારતના કૃષિ, ટેક્સટાઈલ્સ, ફાર્મા અને ગારમેન્ટ સેકટરને સૌથી વધારે ફાયદો થશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના આલ્કોહલ ઈન્ડસ્ટ્રી, પાર્કૃતિક સંસાધનો અને વિજળી ઉત્પાદનમાં ફાયદો થશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા વર્ચ્યુઅલ હસ્તાક્ષર સમારોહ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, ઘણા ઓછા સમયમાં આટલા મહત્વ પૂર્ણ ભાગીદારી માટે સહમતિ બનતા બંને દેશો વચ્ચે પોતાનો વિશ્વાસ દર્શાવે છે. આ આપણા દ્રીપક્ષીય સંબંધો માટે ઘણું મહત્વનું છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયુત્ર ગોયલએ જણાવ્યું હતું કે, ભારત-ઓસ્ટ્રેલિયા સ્વાભાવિક ભાગીદારી છે જે લોકતંત્ર, કાનૂનના શાસન અને પારદર્શિતાના મુલ્યો સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું હતું કે, બે ભાઈઓની જેમ બંને દેશોએ કોરોના મહામારીના સમયમાં એક-બીજાને મદદ કરી હતી.