1. Home
  2. ગુજરાતી
  3. સાઉથ એક્ટર અલ્લુ અર્જુનનો આજે જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો
સાઉથ એક્ટર અલ્લુ અર્જુનનો આજે જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

સાઉથ એક્ટર અલ્લુ અર્જુનનો આજે જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

0
Social Share
  • સાઉથ એક્ટર અલ્લુ અર્જુનનો આજે જન્મદિવસ
  • ૩ વર્ષની ઉંમરમાં અલ્લુ અર્જુને ફેસ કર્યો હતો કેમેરો
  • ઘણી હીટ ફિલ્મોમાં કર્યું છે કામ

ચેન્નાઈ :સાઉથ એક્ટર અલ્લુ અર્જુને છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે.સાઉથમાં પોતાની જોરદાર એક્ટિંગ અને શાનદાર એક્શન માટે જાણીતા અલ્લુ અર્જુનની ફેન ફોલોઈંગ કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછી નથી.લોકોમાં પોતાની અલગ ઓળખ બનાવનાર અલ્લુ અર્જુનનો આજે જન્મદિવસ છે.અલ્લુ અર્જુને પોતાના જીવનમાં ઘણો સંધર્ષ કર્યો છે.ત્યારે જઈને આજે તેને આ કામયાબી હાંસિલ કરી છે.અલ્લુ અર્જુન તેની દરેક ફિલ્મમાં ખૂબ જ મહેનત કરે છે.એટલું જ નહીં અલ્લુ એ તો નાનપણમાં જ કેમેરાનો સામનો કર્યો હતો.તે વખતે અલ્લુ અર્જુનની ઉંમર ફક્ત ૩ વર્ષ ની જ હતી.એવામાં નાની ઉંમરમાં તેમણે લોકો વચ્ચે અલગ જ ઓળખ બનાવી.

8 એપ્રિલ 1982 ના મદ્રાસની એક તમિલ ફેમીલીમાં જન્મેલ અલ્લુ અર્જુનની ઉંમર તે વખતે ફક્ત ૩ વર્ષની હતી,જયારે તેને પહેલીવાર કેમેરાની સામે આવવાની તક મળી.ચાઈલ્ડ આર્ટીસ્ટ અલ્લુએ ફિલ્મ વિજેતામાં કામ કર્યું હતું.આ ફિલ્મ 1985 માં રિલીઝ થઇ હતી.ત્યારબાદ 1986 માં અલ્લુ એ ફિલ્મ ડેડીમાં કામ કર્યું હતું.ત્યારબાદ અલ્લુ ફરી વર્ષ 200૩ માં ફિલ્મ ગંગોત્રીમાં જોવા મળ્યો.

ત્યારબાદ અલ્લુએ શાનદાર કરિયરની શરૂઆત કરી.તેમણે આ વચ્ચે એક પછી એક ફિલ્મમાં કામ કર્યું.હાલ માં જ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝએ બોક્સ ઓફીસ પર કમાણીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા.રિપોર્ટ મુજબ,આ ફિલ્મે 355 કરોડની કમાણી કરી.આ સિવાય વર્ષ 2020 માં અલ્લુની ફિલ્મ ‘અલા વૈંકુઠપુરમલો’પર આવી હતી.આ ફિલ્મને એક્ટરની સુપરહીટ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.અર્જુન સાથે બોલિવુડ એક્ટ્રેસ પૂજા હેગડે જોવા મળી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code