1. Home
  2. ગુજરાતી
  3. સૂર્યનમસ્કાર કરવાના ફાયદા છે અદભૂત, તન અને મન રહે છે સ્વસ્થ
સૂર્યનમસ્કાર કરવાના ફાયદા છે અદભૂત, તન અને મન રહે છે સ્વસ્થ

સૂર્યનમસ્કાર કરવાના ફાયદા છે અદભૂત, તન અને મન રહે છે સ્વસ્થ

0
Social Share
  • સૂર્યનમસ્કાર કરવાના ફાયદા
  • તન અને મન રહે છે સ્વસ્થ
  • જાણો તેના વિશે વધારે માહિતી

સૂર્ય નમસ્કાર કરવાનાં અગણિત ફાયદાઓ છે. સૂર્ય નમસ્કાર કરવાથી મેદસ્વીપણુ દૂર થાય છે, મનની એકાગ્રતા વધે છે, શરીરમાં ફ્લેક્સિબિલિટી આવે છે, પેટ સારૂ રહે છે, સૌંદર્યમાં નિખાર આવે તેમજ શરીરની ખરાબ મુદ્રા પણ સારી થઈ જાય છે. સૂર્ય નમસ્કાર કરતી વખતે 12 આસનો કરવામાં આવે છે કે જેની શરીરનાં દરેક અંગ પર અસર પડે છે. સૂર્ય નમસ્કાર સવારના સમયે સૂર્ય તરફ મુખ રાખીને જ કરવું જોઇએ, કારણ કે સૂર્ય આપણને ઊર્જા પ્રદાન કરે છે.

સૂર્ય નમસ્કાર કરવાથી શરીરનાં દરેક ભાગ પર જોર પડે છે કે જેથી ત્યાંની ચરબી ધીમે-ધીમે ઓગળવા લાગે છે. જો આપ જાડા છો, તો સૂર્ય નમસ્કાર દરરોજ કરો.
સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં જકડણ ઓછી થાય છે અને શરીરમાં લચક પેદા થવા લાગે છે આ એક ખૂબ જ સારી કસરત છે.

સૂર્ય નમસ્કાર કરવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. તેનાથી ખોરાક પચાવતા રસો વધુ પ્રમાણમાં નિકળે છે અને પેટમાં ભરેલું ગૅસ બહાર નિકળી જાય છે કે જેથી પેટ કાયમ હળવું બની રહે છે. ઘણા લોકો ઝુકીને ચાલે કે બેસે છે કે જેનાથી તેમના શરીરની આખી બનાવટ ખરાબ દેખાય છે, પરંતુ સૂર્ય નમસ્કાર કરવાથી અંદરથી શારીરિક સુધારો થવા લાગે છે. તેનાથી શરીરનો તમામ દુઃખાવો નાબૂદ થઈ જાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code