
કર્ણાટક સરકારને રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પિકર પર બેન લગાવ્યો
- કર્ણાટક સરકારનું એલાન
- રાતે 10 થી સવારે 6 વાગ્યા સુધી લાઉટ સ્પિકર રહેશે બેન
દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમથી લાઉડ સ્પિકરને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અનેક રાજ્યોમાં આ વિવાદ વકર્યો હતો ત્યારે આ સમગ્ર સ્થિતિ વચ્ચે હવે કર્ણાટક સરકારે મહત્વની જાહેરાત કરી છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણેર્ણાટક સરકારે લાઉડસ્પીકર પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કર્ણાટક સરકારે કહ્યું છે કે અધિકૃત અધિકારીની પરવાનગી વિના લાઉડસ્પીકર અથવા લોકોને સંબોધવાની સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં.
ઉલ્લેખનીય છે કે આ સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, “લાઉડસ્પીકર અથવા લોકોને સંબોધવાની સિસ્ટમ પર રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો ઉપયોગ ઓડિટોરિયમ, કોન્ફરન્સ રૂમ, કોમ્યુનિટી હોલ અને બેન્ક્વેટ હોલ સિવાય કરવામાં આવશે નહીં.”
સરકાર દ્રિરારા જારી કરાયેલા આ પરિપત્રમાં સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકવામાં આવ્યો છે. તે જણાવે છે કે સાર્વજનિક સ્થળે જ્યાં લાઉડસ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમ અથવા અન્ય કોઈ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યાં વિસ્તારની આસપાસના આધારે અવાજ 10 dB(A) અથવા 75 dB(A) જે ઓછો હોય તે હોવો જોઈએ. ત્યારે હવે કર્ણાટક સરકારે આ નિર્ણયજાકી કર્યો છે.