1. Home
  2. ગુજરાતી
  3. CM કેજરીવાલની મોટી જાહેરાત,દિલ્હીના આ 5 માર્કેટ હશે World Class
CM કેજરીવાલની મોટી જાહેરાત,દિલ્હીના આ 5 માર્કેટ હશે World Class

CM કેજરીવાલની મોટી જાહેરાત,દિલ્હીના આ 5 માર્કેટ હશે World Class

0
Social Share
  •  CM કેજરીવાલની મોટી જાહેરાત
  • દિલ્હીના 5 માર્કેટ હશે World Class
  • આવનારા લોકોની સંખ્યા તેમજ વ્યવસાયમાં થશે વધારો 

દિલ્હી:મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું હતું કે,દિલ્હી સરકાર કમલા નગર, ખારી બાવલી, લાજપત નગર, સરોજિની નગર અને કીર્તિ નગર બજારોને “વર્લ્ડ ક્લાસ” બનાવવા માટે પુનઃવિકાસ કરશે.વધુ નોકરીઓનું સર્જન કરવા માટે ‘રોજગાર બજેટ’માં કરાયેલી જાહેરાતને અનુરૂપ આ પગલું છે.

પસંદ કરેલા બજારોની યાદી આપતાં કેજરીવાલે કહ્યું કે,પ્રથમ તબક્કામાં અમે પાંચ બજારો ઓળખી કાઢ્યા છે જેનો પુનઃવિકાસ થવાનો છે. અમે તેમની યુએસપી પણ સૂચિબદ્ધ કરી છે. ઉદાહરણ તરીકે, કમલા નગર એક યુવા સ્થળ છે, ખારી બાવલી શ્રેષ્ઠ મસાલા માટે જાણીતું છે.

તેમણે કહ્યું કે,પુનઃવિકાસ યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.દિલ્હી સરકારના પ્રોજેક્ટ હેઠળ, બજારોને સુશોભિત કરવામાં આવશે અને નાગરિક સુવિધાઓમાં વધારો કરવામાં આવશે,જેથી ત્યાં આવનારા લોકોની સંખ્યા તેમજ વ્યવસાયમાં વધારો થશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code