1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છના હરામીનાળા પાસેથી ચાર પાકિસ્તાની સાથે 10 બોટ ઝડપાઈ
કચ્છના હરામીનાળા પાસેથી ચાર પાકિસ્તાની સાથે 10 બોટ ઝડપાઈ

કચ્છના હરામીનાળા પાસેથી ચાર પાકિસ્તાની સાથે 10 બોટ ઝડપાઈ

0
Social Share

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને જળ સીમા સાથે જોડાયેલો છે. દરમિયાન કચ્છના હરામીનાળા પાસેથી અવાર-નવાર પાકિસ્તાની બોટ અને પાકિસ્તાની નાગરિકો ઝડપાયાં છે. દરમિયાન ભારતીય સુરક્ષા જવાનોએ હરામીનાળા પાસેથી 10 બોટ મળી આવી હતી અને તપાસ દરમિયાન 4 પાકિસ્તાની નાગરિકોને ઝડપી લેવામાં આવ્યાં છે. સુરક્ષા જવાનોએ અન્ય પાકિસ્તાનીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મળતી માહિતી અનુસાર કચ્છ સરહદ પરના હરામી નાળા વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 4 પાક માછીમારોને BSF ટીમે ઝડપી લીધા હતા. આ ઉપરાંત 10 માછીમારી બોટ જપ્ત કરવામાં આવી હતી. ભારત-પાક સરહદ નજીકના હરામીનાલા વિસ્તારમાં હિલચાલ જોઈ હતી અને આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. જ્યારે પકડાયેલા માછીમારો અને બોટની વધુ તપાસ હાથ ધરી હતી પણ બોટમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નોહતી. જોકે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. અન્ય પાકિસ્તાની નાગરિકો ઝડપાવાની શકયતાઓ છે. સુરક્ષા એજન્સીઓએ ચારેય પાકિસ્તાની નાગરિકોની આગવી ઢબે પૂછપરછ આરંભી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના દરિયાકાંઠા વિસ્તાર પાસેથી અવાર-નવાર ગાંજાનો જથ્થો બીનવારસી હાલતમાં મળી આવે છે. આ પ્રકરણમાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે, એટલું જ નહીં હરામીનાળા નજીકથી અવાર-નવાર પાકિસ્તાનની બોટ બીનવારસી હાલતમાં મળી આવે છે. હરામીનાળા વિસ્તારમાં વધારે કિચડ હોવાથી સુરક્ષા એજન્સીઓને પેટ્રોલીંગમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેનો ગેરલાભ લઈને પાકિસ્તાની નાગરિકો ઘુસણખોરીનો પ્રયાસ કરે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code