1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છમાં વીજળીના હાઈટેન્શન વાયરો, અને પવન ચક્કીઓને લીધે લુપ્ત થઈ રહેલા ઘોરાડ પક્ષીઓ
કચ્છમાં વીજળીના હાઈટેન્શન વાયરો, અને પવન ચક્કીઓને લીધે લુપ્ત થઈ રહેલા ઘોરાડ પક્ષીઓ

કચ્છમાં વીજળીના હાઈટેન્શન વાયરો, અને પવન ચક્કીઓને લીધે લુપ્ત થઈ રહેલા ઘોરાડ પક્ષીઓ

0
Social Share

ભૂજઃ ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે ઘોરાડ ગુજરાતમાં લુપ્ત થતી જતી પક્ષીઓની પ્રજાતિઓમાં મોખરે છે, ગુજરાતમાં આ પક્ષીઓ કચ્છના અબડાસા, લખપત અને દોણ વિસ્તારમાં જોવા મળતાં હતાં. ઘાસનાં મેદાનોવાળો વિશાળ વિસ્તાર ઘોરાડના રહેઠાણ અને પ્રણયકાળ માટે અનુકૂળ હોવાનું મનાય છે. મોટા કદને કારણે આ પક્ષી આકાશમાં વધુ ઊંચાઈએ ઊડી શકતું નથી. ગુજરાતમાં આ પક્ષી લુપ્ત થવાના આરે છે. આ પ્રજાતિના માત્ર ચાર પક્ષી જ ગુજરાતમાં જીવિત બચ્યા છે. ગુજરાતના વન વિભાગ દ્રારા આ પક્ષીઓને બચાવવા માટે તેમને અન્યત્ર શિટ કરાવવાની કામગીરી કરવામં આવી રહી છે. તાજેતરમાં જ ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છમાં માત્ર  ચાર ઘોરાડ પક્ષીઓ બચ્યા છે ઘોરાડના  સંરક્ષણ માટે ગુજરાત સરકારે અનેક પ્રયાસો કર્યા હતા, પણ તે નિષ્ફળ નીવડ્યા છે. સુપ્રીમ કોર્ટને એપ્રિલ, 2022 માં સોંપવામાં આવેલા લેટેસ્ટ અરજીમાં ઘોરાડને સ્થળાંતર કરવા કહેવાયું હતુ.કચ્છમાં લાલા પરજન અભ્યારણ્યમાં આ  ઘોરાડનો વસવાટ છે. અભ્યારણ્ય બે વર્ગ કિલોમીટરમાં ફેલાયેલુ છે, તે દેશનુ સૌથી નાનુ પક્ષી અભ્યારણ્ય છે. 2008 ની શરૂઆતમાં અહી લગભગ 58 ઘોરાડ હતા. પરંતુ ગ્રૂપનુ અંતિમ નર  પણ ડિસેમ્બર 2018થી ગુમ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, 2018 ના આંકડા અનુસાર, ભારતમાં 150 થી ઓછા ઘોરાડ બચ્યા છે, જેમાથી મોટાભાગના 122 રાજસ્થાનમાં છે. થોડા વર્ષેા પહેલા ગુજરાત સરકારે નર ઘોરાડ માટે રાજસ્થાન સરકારને અનુરોધ કર્યેા હતો, પરંતુ રાજસ્થાન સરકારે આ વાત પર ધ્યાન આપ્યુ ન હતું. રાજસ્થાન સરકારે કહ્યુ હતું કે, નર ઘોરાડ ગુજરાતને ત્યારે જ મોકલવામાં આવશે, જ્યારે હાઈટેન્શન વીજળી લાઈનોને ભૂમિગત કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છના  ઘોરાડને સંરક્ષિત કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર, ઓવરહેડ વીજળી લાઈનોની સમસ્યાને કારણે ગુજરાતમાં ઘોરાડ પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં વીજળીના તારના સંપર્કમાં આવવાથી 10 ઘોરાડના  મોત થયા હતા.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code