1. Home
  2. ગુજરાતી
  3. ભાગેડું હીરા કારોબારી નીરવ મોદીની જામીન અરજી નામંજૂર, હાલ જેલમાં રહેશે ‘ફાંદેબાજ’
ભાગેડું હીરા કારોબારી નીરવ મોદીની જામીન અરજી નામંજૂર, હાલ જેલમાં રહેશે ‘ફાંદેબાજ’

ભાગેડું હીરા કારોબારી નીરવ મોદીની જામીન અરજી નામંજૂર, હાલ જેલમાં રહેશે ‘ફાંદેબાજ’

0
Social Share

મંગળવારે બ્રિટનની હાઈકોર્ટે નીરવની અરજી પર સુનાવણી પૂર્ણ કરી હતી. નીરવ મોદીએ નીચલી અદાલતે જામીન આપવાનો ઈન્કાર કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હીરા કારોબારીનો પ્રયાસ છે કે પંજાબ નેશનલ બેંક સાથે લગભગ બે અબજ ડોલરની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના મામલામાં તેની ભારતને સોંપણી કરવામાં આવે નહીં.

નીરવ મોદીની અરજી પર સુનાવણી કરી રહેલા ન્યાયમૂર્તિ ઈંગ્રિડ સિમલરે સુનાવણી પુરી કરી છે. તેમણે કહ્યુ છે કે આ મામલો મહત્વપૂર્ણ છે, માટે તેના પર વિચારણા કરવા માટે કેટલાક સમયની જરૂરત હશે અને તે બુધવારે પોતાનો નિર્ણય આપશે.

આ પહેલા નીરવ મોદીની કાયદાકીય ટીમે ન્યાયમૂર્તિ સિમલરની કોર્ટની સમક્ષ દલીલ રજૂ કરવાનું શરૂ કર્યું હતું. તેમની ટીમની કોશિશ છે કે નીરવ મોદીને ન્યાયિક હિરાસતમાં જેલમાં રાખવાના મેજિસ્ટ્રેટ અધાલતના ચુકાદાને પલટવામાં આવે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ નીરવ મોદીની જામીન અરજીને ત્રણ વખત નામંજૂર કરી ચુકી છે, કારણ કે તેને લાગે છે કે આ હીરા કારોબારી બ્રિટનથી ભાગી જાય તેવી શક્યતા છે.

નીરવ મોદીના વકીલ ક્લેયર મોંટગોમરીએ હાઈકોર્ટમાં કહ્યુ છે કે હકીકત એ છે કે નીરવ મોદી વિકિલીક્સના સહસંસ્થાપક જૂલિયન અસાંજે નથી, કે જેણે ઈક્વાડોરના દૂતાવાસમાં શરણ લીધું હતું. પરંતુ માત્ર એક સામાન્ય ભારતીય જ્વેલર છે. મોંટગોમરીએ હાઈકોર્ટને કહ્યુ છે કે હકીકત એ છે કે નીરવ મોદી કોઈ મોટો ગુનેગાર નથી, જેવું કે ભારત સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે. તે એક જ્વેલર છે અને તેને ઈમાનદાર તથા વિશ્વસનીય માનવામાં આવે છે.

જસ્ટિસ સિમલરે આના પર હસ્તક્ષેપ કરતા આ આશંકાના સંકેત આપ્યા કે નીરવ મોદી જામીન પર છૂટયા બાદ ભાગી શકે છે. તેમણે કહ્યુ હતુ કે નીરવ મોદી પાસે બ્રિટનથી ભાગવાનું સાધન છે અને આ મામલામાં એ વાતનું ધ્યાન રાખવું પડશે. તેમણે કહ્યુ છે કે ઘણી મોટી રકમનો મામલો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code