1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદી બે કાંઠે, નદી કાંઠાના ગામોને સતર્ક કરાયાં
કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદી બે કાંઠે, નદી કાંઠાના ગામોને સતર્ક કરાયાં

કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદી બે કાંઠે, નદી કાંઠાના ગામોને સતર્ક કરાયાં

0
Social Share

અમદાવાદઃ કડાણા જળાશયમાં ઉપરવાસના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થવાથી પાણીની આવક થઇ રહી છે.ઉપરવાસના મહીબજાજ સાગર બંધમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે તથા અનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે.

ઉપરવાસમાં મહીબજાજ ડેમ માંથી હાલમાં 3415 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કડાણા બંધની સુરક્ષા તથા ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા હાલમાં કડાણા ડેમમાંથી બપોરે 3500 કયુસેક પાણી મહી નદીમાં છોડવા આવ્યું હતું.

કાર્યપાલક ઈજનેર કડાણા જળાશયના જણાવ્યા અનુસાર, ડેમમાં પાણીની આવકને જોતા વધુ એક લાખ ક્યુસેક કે તેથી વધુ પાણી મહી નદીમાં છોડાવાની સંભાવના છે.

જિલ્લા કલેકટર ડો.મનીષ કુમાર બંસલના જણાવ્યું કે, કડાણા ડેમમાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ખાનપુર, કડાણા અને લુણાવાડા તાલુકાના ગામડાઓને સાવચેત અને સતર્ક કરવામાં આવ્યા છે.

કડાણા બંધમાંથી પાણીની આવકના પગલે જળ સ્તર વધ્યું છે. તેને અનુલક્ષીને અને તકેદારીના ભાગ રૂપે મહી નદી કાંઠાના સંબંધિત તાલુકાઓના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ કાંઠાના ગામોની નિરીક્ષણ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરીને તકેદારીના યોગ્ય ઉપાયોની સૂચનાઓ આપી રહ્યા છે

આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષકના દિશા નિર્દેશો અનુસાર નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ અમલદારો પણ કાંઠાની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે.નદી કાંઠાના ગામોમાં કોઈ અઘટિત બનાવો ટાળવા પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને સાવધાન કરવામાં આવી રહ્યાં છે.

કાંઠાના ગામોના લોકોને બે કાંઠે વહેતી મહી નદીના પટમાં જવા,રોકાવા,પશુઓ ચારવા કે સ્નાન કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. મહિ નદી પર આવેલ હાડોડ બ્રિજ ( જુનો પુલ ) બંઘ કરવામાં આવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code