વેક્સિન નિર્માતા ભારત બાયોટેકે 5 થી 18 વર્ષના બાળકો માટે નેઝલ વેક્સિનની મંજૂરી માંગી
- 5 થી 18 વર્ષના બાળકો માટે આવી શકે છે નેઝલ વેક્સિન
- ભારત બાયોટેકના નિર્માતાઓ એ આ માટે મંજૂરી માંગી
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો હાલ પણ જોવા મળી રહ્યા છે ,કોરોના સંપૂર્ણ ગયો નથી આવી સ્થિતિમાં કોરોનાની વેક્સિનની માંગ હજૂ પણ છે ત્યારે હવે નાક વટે અપાતી વેક્સિન પણ લાઈનમાં જોવા મળે છે જો કે હવે 5 થી 18 વર્ષના બાળકોને નાક વટે અપાતી વેક્સિનન લાવવાની તૈયારી જોવા મળી રહી છે આ માટે ભારત બાયોટેકે મંજૂરી માંગી છે
ભારત બાયોટેકે ત્રીજા તબક્કાના અભ્યાસ માટે ડ્રગ કંટ્રોલર પાસે પરવાનગી માંગી છે. ઉલ્લેખનીય છે કે 6 સપ્ટેમ્બરના રોજ, ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ એ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ઇન્ટ્રાનાસલ કોવિડ રસી iNCOVACC ને મંજૂરી આપી હતી.ભારત બાયોટેકે હવે પાંચથી 18 વર્ષની વય જૂથ માટે iNCOVACC ની સલામતી, પ્રતિક્રિયાશીલતા અને રોગપ્રતિકારક શક્તિનું મૂલ્યાંકન કરવા માટે ત્રીજા તબક્કાની પરવાનગી માટે અરજી કરી છે.
ભારત બાયોટેક દ્વારા શેર કરવામાં આવેલી જાણકારી પ્રમાણએ , આ નાકની રસી અત્યાર સુધી ઉપયોગમાં લેવાતી અન્ય રસીઓથી તદ્દન જૂદી અને અસરકારક છે.
જાણો કઈ રીતે નાક વટે અપાતી વેક્સિન અન્ય વેક્સિન કરતા જૂદી પડે છે
આ રસી નાક દ્વારા આપવામાં આવતી હોવાથી, નાકની અંદરની રોગપ્રતિકારક શક્તિ વાયરસમાં પ્રવેશતાની સાથે જ તેને નિષ્ક્રિય કરી દેશે.હાલમાં આપવામાં આવતી રસીઓથી વિપરીત છે આ રસીમાં સોયની જરૂર પડશે નહીં.નાક વટે વપરાતી વેક્સિન વાપરવામાં પણ સરળ છે, તે ઘરે જાતે પણ યૂઝ કરી શકાશે
આ માટે પ્રશિક્ષિત આરોગ્ય સંભાળ કાર્યકરોની પણ જરૂર નથી.સોય સાથે સંકળાયેલા જોખમો, જેમ કે ચેપ, અથવા રસીકરણ પછીના દુખાવાથી રાહત મળશે.આ રસી વાયરસને શરીરમાં પ્રવેશતા પહેલા જ મારી નાખવાની ક્ષમતા ધરાવે છે,