1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ કાશ્મીરની જનતા વર્ષો બાદ મોટા પરદે જોઈ શકશે ફિલ્મ, અહીં જનતા માટે ખુલ્લા મૂકાયા સિનેમાહોલ
જમ્મુ કાશ્મીરની જનતા વર્ષો બાદ મોટા પરદે જોઈ શકશે ફિલ્મ, અહીં જનતા માટે ખુલ્લા મૂકાયા સિનેમાહોલ

જમ્મુ કાશ્મીરની જનતા વર્ષો બાદ મોટા પરદે જોઈ શકશે ફિલ્મ, અહીં જનતા માટે ખુલ્લા મૂકાયા સિનેમાહોલ

0
Social Share
  • જમ્મુ કાશ્મીરમાં 35 વર્ષ બાદ સિનેમાહોલ ખુલશે
  • હવે અહીંના લોકો મોટા પરદે જોઈ શકશે ફિલ્મ

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકીઓ સતત શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે હવે જમ્મુ કાષશ્મીરની જનતાને ભરપુર મનોરંજન પુરુ પાડવાની તૈયારી જોવા મળી રહી છે. કલમ 370 અસરહીન થયા બાદ અનેક પરિવર્તન સાથે હવે જમ્મુ કાશ્મીરમાં 35 વર્ષ બાદ સિનેમાહોલ ખુલવા જઈ રહ્યા છે.ગઈ કાલે અહી 2 સ્થળો સિનેમાહોલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રામુલ્લા જિલ્લામાં સમાન સિનેમા હોલ  મે મહિનાથી ખોલવામાં આવ્યો છે. આ હોલ હૈદરબેગ, પટ્ટન ખાતે લશ્કરી છાવણી સંકુલમાં છે. સેનાએ જર્જરિત જોરાવર હોલ સિનેમા હોલનું સમારકામ શરૂ કર્યું છે જે 21 મેના રોજ દર્શકો માટે ખોલવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ સિનેમા હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. સરકારે શ્રીનગરના બદામીબાગ કેન્ટોનમેન્ટ કોમ્પ્લેક્સમાં મલ્ટિપ્લેક્સ બનાવવાની મંજૂરી આપી છે. પહેલા અહીં સિનેમા હોલ હતો પરંતુ આતંકવાદીઓના ત્રાસ કારણે તે બંધ કરાયો હતો.

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ રવિવારે દક્ષિણ કાશ્મીરના બે જિલ્લા પુલવામા અને શોપિયાંમાં એક-એક મલ્ટીપર્પઝ સિનેમા હોલનું ઉદ્ઘાટન કર્યું. એલજી સિન્હાએ પુલવામામાં પત્રકારોને કહ્યું, “અમે જલ્દી જ જમ્મુ અને કાશ્મીરના દરેક જિલ્લામાં આવા સિનેમા હોલ બનાવીશું.  તેમણે ટ્વીટ કરીને આ પ્રસંગને ‘ઐતિહાસિક’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ માટે એક ઐતિહાસિક દિવસ, પુલવામા અને શોપિયાંમાં બહુહેતુક સિનેમા હોલનું ઉદ્ઘાટન કર્યું. તે ફિલ્મ સ્ક્રિનિંગ, ઈન્ફોટેનમેન્ટ સુવિધાથી લઈને યુવાનો સુધીના યુવાનોના કૌશલ્યોને વધારવામાં મદદ કરશે.

અહી ઘણા લોકોને સિનેમા હોલ શું છે અને મલ્ટીપ્લેક્સ શું છે. તે પણ જાણ નહતી આ માટે જે લોકો બહાર ગયા હોય તેઓ સિલ્વર સ્ક્રીનના મૂવી જોઈ શકતા અહી મૂવી જોવા માટે લોકોએ 300 કતિમી દૂર જવું પડતું હતું,જમ્મુ અને કાશ્મીર ફિલ્મ ડેવલપમેન્ટ કાઉન્સિલના સીઈઓ અને લેફ્ટનન્ટ ગવર્નરના પ્રિન્સિપલ સેક્રેટરી નીતિશ્વર કુમાર કહે છે કે તમામ જિલ્લામાં ઓછામાં ઓછો એક હોલ ખોલવાનો પ્રયાસ છે.જેથી લોકો અહી ઘરઆંગણે મનોરંજનનો લાભ લઈ શકે.

ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓની ધમકીને કારણે 19 સિનેમા હોલ બંધ કરવામાં આવ્યા હતા,ત્યારે હવે વિતેલા દિવસે સિનેમા હોલનું ઉદ્ધાટન થતા લોકોમાં ખુશી ફેલાઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code