
આ સરળ ઉપાયથી પુરી થઇ જશે અધૂરી ઈચ્છા,જાણો
આપણા ધર્મમાં એટલી બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના વિશે કદાચ કોઈ વ્યક્તિને 100 ટકા તો જાણકારી નહીં જ હોય, આવામાં ક્યારેક જ્યોતિષ દ્વારા એવી પણ જાણકારી આપવામાં આવે છે જેને જાણીને સૌ કોઈ ચોંકી જતા હોય છે. તો વાત એવી છે કે જે લોકોની મનની કેટલીક ઈચ્છા પૂર્ણ ન થતી હોય તેમણે આ પ્રકારના ઉપાય કરવા જોઈએ.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શિવની પૂજા કરવાનો શ્રેષ્ઠ દિવસ સોમવાર છે. પરંતુ ભગવાન શિવને પ્રદોષનો દિવસ સૌથી વધુ ગમે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર જે દિવસે પ્રદોષ આવે છે, તે દિવસે વ્રત રાખવું અને વિધિ પ્રમાણે સાંજે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની દરેક સમસ્યા દૂર થાય છે. તેમજ દરેક મનોકામના પૂર્ણ થાય છે. હિંદુ કેલેન્ડર મુજબ, પ્રદોષ દર મહિને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની તેરસની તિથિએ આવે છે.
જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તે પ્રદોષ કાળમાં એટલે કે સાંજે સૂર્યાસ્ત પછી રુદ્રાક્ષની માળાથી નીચે આપેલા મંત્રનો હજાર વાર જાપ કરે છે, તો તેની મનોકામના જલ્દી પૂરી થાય છે. પ્રદોષના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય સૂર્યાસ્ત પછી માનવામાં આવે છે.
મંત્રઃ ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમઃ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ આ મંત્રનો નિયમિત જાપ, એકાગ્રતા અને ભક્તિ સાથે કરે છે, તેની મનોકામના માત્ર 7 દિવસમાં પૂર્ણ થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે આ જ્યોતિષ શાસ્ત્રની વાત છે, આ વાતો શ્રધ્ધા અને આસ્થા સાથે જોડાયેલી છે જેના કોઈ પુરાવા હોતા નથી, તેથી આ જાણકારીને લઈને કોઈ દાવો કરવામાં આવતો નથી.