
ઉત્તરાખંડના ઉતરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.5 ની તીવ્રતા નોંધાઈ
- ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા
- 4.5 ની નોંધાઈ તીવ્રતા
- નુકસાની કે જાનહાનિ નહીં
દહેરાદુન:ઉત્તરાખંડના ઉત્તરાશી અને ટિહરીમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ઉત્તરાખંડના ભૂકંપનું કેન્દ્ર ઉત્તરકાશીથી 17 કિમી દૂર 5 કિમીની ઊંડાઈએ હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી
દેવભૂમિ ઉત્તરાખંડના ઉત્તરકાશી અને ટિહરી જિલ્લામાં આજે સવારે 8.33 કલાકે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી.આ ભૂકંપની અસર ભારત અને ચીન બંનેમાં જોવા મળી છે.તેનું કેન્દ્ર ઉત્તરકાશીથી 17 કિમી દૂર 5 કિમીની ઊંડાઈએ હતું.
આ પહેલા 1 નવેમ્બરે મધ્યપ્રદેશના જબલપુર સહિત નજીકના ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 હતી.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 8.43 વાગ્યે આ ભૂકંપના આંચકા એમપીમાં પણ અનુભવાયા હતા.તેમનું કેન્દ્ર પચમઢીથી 216 કિમી દૂર 10 કિમીની ઊંડાઈએ હતું.