1. Home
  2. ગુજરાતી
  3. બ્રિટનની કોર્ટે ભાગેડુ નિરવ મોદીની અરજી ફગાવી -ભારત લાવવાનો રસ્તો મોકળો થયો
બ્રિટનની કોર્ટે ભાગેડુ નિરવ મોદીની અરજી ફગાવી -ભારત લાવવાનો રસ્તો મોકળો થયો

બ્રિટનની કોર્ટે ભાગેડુ નિરવ મોદીની અરજી ફગાવી -ભારત લાવવાનો રસ્તો મોકળો થયો

0
Social Share
  • નિરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ થયો
  • બ્રિટનની કોર્ટે મોદીની અરજી ફગાવી દીધી

દિલ્હીઃ- ભાગેડૂ નિરવ મોદીને ભારત લાવવા માટેનો જાણે હવે રસ્તો મોકળો થતો જોવા મળ્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને બ્રિટનની હાઈકોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો.વાત જાણે એમ છએ કે યુકેની હાઈકોર્ટે આજરોજ બુધવારે નીરવ મોદીની અરજી ફગાવી દીધી હતી અને ભારતને પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે નિરવ મોદીને ભારતમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં તે યુકેમાં આશ્રય લઈને મજા કરી પહ્યો છે. યુકે હાઈકોર્ટ દ્વારા અરજી  ફગાવી દેવાયા બાદ તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

મોદીએ આ અરજીમાં તેના પ્રત્યાર્પણને રોકવાની અપીલ કરી હતી. તેની તમામ દલીલો છતાં યુકે હાઈકોર્ટે તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. કોર્ટે તેની અરજીને ફગાવી દેતાં કહ્યું હતું કે નીરવનું પ્રત્યાર્પણ કોઈપણ રીતે અન્યાયી કે દમનકારી નહીં હોય. , ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં વેસ્ટમિન્સ્ટરના જજે તેના ભારત પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. જોકે, બાદમાં આ નિર્ણય સામે અરજી મંજૂર કરાી હતી.

તમને જણાવી દઈએ કે નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે 7,000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે બાદ તે વિદેશ ભાગી ગયો હતો. ભારત સરકાર હાલમાં લંડનની જેલમાં બંધ નીરવ મોદીને વહેલી તકે પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે

. ભારતીય એજન્સીઓએ ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવા માટે સરકારી અને કાયદાકીય સ્તરે અપીલ દાખલ કરી હતી. આ અપીલમાં કહેવામાં આવ્યું હતું કે નીરવ મોદીએ ભારતની બેંકિંગ સિસ્ટમ સાથે છેતરપિંડી કરી છે. તેથી તેને કાનૂની પ્રક્રિયા માટે ભારતીય એજન્સીઓને સોંપવામાં આવે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે ભારતને પ્રત્યાર્પણને મંજૂરી આપતાં નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો હતો. આ પછી નીરવ મોદીએ લંડન હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. નીરવ મોદીએ હાઈકોર્ટમાં કહ્યું કે ભારતમાં તેના જીવને ખતરો છે.જો કે હવે તેને ભારત લાવવાનો રસ્તો મોકળો બની ગયો છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code