1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ- 13 નવેમ્બરથી 30 દિવસ સુધી  એરક્રાફ્ટ, પેરાગ્લાઈડર કે ડ્રોન જેવી વસ્તુઓ પર પ્રતિબંધ 
મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ- 13 નવેમ્બરથી 30 દિવસ સુધી  એરક્રાફ્ટ, પેરાગ્લાઈડર કે ડ્રોન જેવી વસ્તુઓ પર પ્રતિબંધ 

મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ- 13 નવેમ્બરથી 30 દિવસ સુધી  એરક્રાફ્ટ, પેરાગ્લાઈડર કે ડ્રોન જેવી વસ્તુઓ પર પ્રતિબંધ 

0
Social Share
  • મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ
  • અનેક પ્રાઈવેટ ઉડતા યંત્રો ડ્રોન, એરક્રાફ્ટ પર પ્રતિબંધનો આદેશ

મુંબઈઃ- મહારાષ્ટ્રના રાયગઢમાં વિસ્ફોટક સામગ્રી જેવું કંઈક મળી આવતા પોલીસે સધન તપાસ હાથ ધરી છે.આ ઘટના ગુરુવારે સાંજે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુંબઈ-ગોવા હાઈવે પર બની છે.જ્યા એક પુલ નીચેથી વિસ્ફોટક જેવી સામગ્રી મળી આવી હતી. આ વસ્તુ ઈલેક્ટ્રીકલ સર્કિટ સાથે જોડાયેલ છે સાથે જ જિલેટીન સ્ટિકના બે ગુચ્છા પણ મળઅયા છે આ ઘટના બાદ હવે મુંબઈમાં પોલીસ એલર્ટ જારી કર્યું છે.

તપાસ કરતાં જાણવા મળ્યું કે તે ડમી બોમ્બ હતો. રાયગઢના એસપી સોમનાથ ખરગેએ જણાવ્યું કે પેન વિસ્તારમાં મળેલા બોમ્બની તપાસ કરવામાં આવી તો તે ડમી બોમ્બ હોવાનું બહાર આવ્યું છે. લગભગ 4 કલાકના પ્રયાસ બાદ શંકાસ્પદ બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.

ઘટના બાદ મુંબઈમાં આતંકવાદી હુમલાનું એલર્ટ છે. મુંબઈ પોલીસે જોખમની ધારણાને કારણે 13 નવેમ્બરથી 30 દિવસના સમયગાળા માટે શહેરમાં કોઈપણ ડ્રોન, રિમોટ કંટ્રોલ્ડ લાઇટ એરક્રાફ્ટ અને પેરાગ્લાઈડર ઉડાડવા માટે પ્રતિબંધિત  મૂકતો આદેશો જારી કર્યા છે. 

આ આદેશ પ્રમાણે મુંબઈમાં 13 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી મુંબઈમાં ડ્રોન, રિમોટલી કંટ્રોલ એરક્રાફ્ટ, પેરાગ્લાઈડર, પ્રાઈવેટ હેલિકોપ્ટર અને હોટ એર બલૂન ઉડાવવા પર પ્રતિબંધ રહેશે.રાયગઢમાં વિસ્ફોટક સામગ્રી મળી આવ્યા બાદ મુંબઈ પોલીસે એલર્ટ જાહેર કર્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે સાધનસામગ્રીને જોતા તે વિસ્ફોટક સામગ્રી હોવાનું જણાય છે,

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code